National

લદાખ : ભારે હિંસા પર સરકારની કડક કાર્યવાહી, ઘટનામાં અનેક લોકોના મોત અને 70થી વધુ લોકો ઇજાગ્રસ્ત

Published

on

લદાખને છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવા અને રાજ્યનો દરજ્જો આપવાની માંગ પૂરી ન થવાના કારણે આ આંદોલન ચાલી રહ્યું છે.

  • જિલ્લા મેજિસ્ટ્રેટ રોમિલ સિંહ ડોંકે તાત્કાલીક અસરથી વિરોધ પ્રદર્શનો પર પ્રતિબંધ
  • આંદોલને હિંસક સ્વરૂપ ધારણ કરતાં ચાર લોકોના મોત અને 70થી વધુ લોકો ઈજાગ્રસ્ત
  • લેહ એપેક્સ બોડી અને કારગિલ ડેમોક્રેટિક એલાયન્સ દ્વારા ઘણા સમયથી આંદોલન ચાલી રહ્યું છે.

લદાખને જ્યારે રાજ્યનો દરજ્જો આપવાની અને બંધારણીની છઠ્ઠી અનુસૂચિ સામેલ કરવાની માંગ મુદ્દે મંગળવારે ભારે હિંસા અને અથડામણ થવાની ઘટનામાં ચાર લોકોના મોત અને 70થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ તમામ ઘટનાક્રમ બન્યા બાદ કાયદો-વ્યવસ્થા જાળવવા માટે તંત્ર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

લદ્દાખના લેહના જિલ્લા મેજિસ્ટ્રેટ રોમિલ સિંહ ડોંકે તાત્કાલીક અસરથી વિરોધ પ્રદર્શનો, રેલીઓ અને પાંચ કે તેથી વધુ વ્યક્તિઓના એકઠા થવા પર પ્રતિબંધ મૂકતો આદેશ જારી કર્યો છે. ભારતીય નાગરિક સુરક્ષા સલેહના જિલ્લા મેજિસ્ટ્રેટ રોમિલ સિંહ ડોંકે તાત્કાલીક અસરથી વિરોધ પ્રદર્શનો, રેલીઓ અને પાંચ કે તેથી ંહિતા-2023ની કલમ 163 હેઠળ જારી કરાયેલા આ આદેશનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે. આ ઉપરાંત જાહેર શાંતિનો ભંગ કરવા જેવા અથવા કાયદો-વ્યવસ્થા માટે ખતરો ઊભો થઈ શકે તેવા વાંધાજનક નિવેદન આપવા પર પણ પ્રતિબંધ ફરમાવાયો છે, જો તેનું ઉલ્લંઘન થશે તો ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 223 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

Advertisement

કેટલાક સમયથી લદાખમાં ચાલી રહેલા આંદોલને હિંસક સ્વરૂપ ધારણ કરતાં ચાર લોકોના મોત અને 70થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. લેહમાં બુધવારે બંધ અને વિરોધ પ્રદર્શન દરમિયાન ભાજપ કાર્યાલયમાં આગ ચાંપવામાં આવી હતી અને ઘણા વાહનોને પણ સળગાવાયા હતા. પોલીસે જણાવ્યું કે, કેટલાક યુવાનોએ પથ્થરમારો કર્યો અને સુરક્ષા દળો પર હુમલો કરતાં ટોળાને વિખેરવા માટે ટીયર ગેસ અને લાઠીચાર્જનો ઉપયોગ કરવો પડ્યો હતો. પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.

જ્યારે લદાખને છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવા અને રાજ્યનો દરજ્જો આપવાની માંગ પૂરી ન થવાના કારણે આ આંદોલન ચાલી રહ્યું છે. આ માંગણીઓને લઈને લેહ એપેક્સ બોડી અને કારગિલ ડેમોક્રેટિક એલાયન્સ દ્વારા ઘણા સમયથી આંદોલન ચાલી રહ્યું છે. અગાઉ પણ અનેક રાઉન્ડની વાતચીત થઈ ચૂકી છે, પરંતુ કોઈ ચોક્કસ પરિણામ આવ્યું નથી. હવે આ મામલે કેન્દ્રીય ગૃહ મંત્રાલય 6 ઑક્ટોબરે લદાખના પ્રતિનિધિમંડળ સાથે બેઠક કરશે.

Advertisement

Trending

Exit mobile version