National

જમ્મુ-કાશ્મીર : નૌગામ પોલીસ સ્ટેશન બ્લાસ્ટમાં 9નાં મોત ,જાન ગુમાવનાર નૌગામ બ્લાસ્ટ ‘ફક્ત દુર્ઘટના’!

Published

on

વિસ્ફોટ આતંકવાદી ષડયંત્ર કે હુમલો નહીં, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ટીમની કામગિરિ દરમિયાન દુર્ઘટનાત્મક હતો.

  • ઘટનાનું ખુલાસું જમ્મુ-કાશ્મીરના ડીજીપી નલિન પ્રભાતે શનિવારે પ્રેસ કોન્ફરન્સમાં કર્યું.
  • 32 લોકો ઘાયલ થયા છે, અને મૃત્યુ આંક વધવાની શક્યતા છે.
  • તપાસમાં કોઈ આતંકવાદી અથવા બાહ્ય હસ્તક્ષેપ ન હોવાનું સ્પષ્ટ થયું છે.

શ્રીનગરમાં શુક્રવાર રાત્રે નૌગામ પોલીસ સ્ટેશનમાં થયેલા ભીષણ વિસ્ફોટ અંગે જમ્મુ અને કાશ્મીરના ડીજીપી નલિન પ્રભાતે શનિવારે મહત્વની સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે વિસ્ફોટ કોઈ આતંકવાદી ષડયંત્રનું પરિણામ નહોતું, પરંતુ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમ દ્વારા જપ્ત કરાયેલા વિસ્ફોટકોના સેમ્પલ લેવાની પ્રક્રિયા દરમિયાન થયેલો દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત હતો.

ડીજીપી પ્રભાતે જણાવ્યું કે આ દુર્ઘટના અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે અને તેની વિસ્તૃત તપાસ શરૂ થઈ ગઈ છે. શરૂઆતની તપાસમાં કોઈપણ પ્રકારના આતંકવાદી એંગલ કે બહારની સંડોવણીની શક્યતા મળી નથી.વિગતો મુજબ, દિલ્હી બ્લાસ્ટ કેસમાં હરિયાણાના ફરીદાબાદથી જપ્ત થયેલી વિસ્ફોટક સામગ્રી તપાસ માટે નૌગામ પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી. છેલ્લા બે દિવસથી સેમ્પલિંગની પ્રક્રિયા ચાલી રહી હતી અને શુક્રવારે રાત્રે લગભગ 11:20 વાગ્યે અચાનક વિસ્ફોટ થયો.

આ વિસ્ફોટમાં કુલ 9 લોકોના મોત થયા છે, જેમાં પોલીસ અધિકારીઓ, FSL ટીમના સભ્યો, બે ફોટોગ્રાફર અને બે મહેસૂલ અધિકારીઓનો સમાવેશ થાય છે. 32થી વધુ લોકો ઘાયલ થયા છે. કાટમાળ હટાવવાનું કામ ચાલુ હોવાથી મૃત્યુઆંક વધવાની શક્યતા છે.ડીજીપીના નિવેદન બાદ આતંકવાદી હુમલાની અટકળો પર અંત આવ્યો છે અને હવે તપાસ પ્રક્રિયામાં થયેલી તકનીકી ચૂક પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.

Trending

Exit mobile version