National

ઇન્ડિયા : પહેલીવાર ટ્રેન પરથી અગ્નિ પ્રાઈમ મિસાઈલનું સફળ લોન્ચિંગ

Published

on

ઇન્ડીયા આધુનિકતાના ઈતિહાસમાં એક નવો અધ્યાય લખ્યો છે. શું છે એની વિશેષતા?, મિસાઇલને કેનિસ્ટર (બંધ બોક્સ) માં સંગ્રહિત કરવામાં આવે છે, જે તેને વરસાદ, ધૂળ અને ગરમીથી રક્ષણ આપે છે.

  • તેની એડવાન્સ નેવિગેશન સિસ્ટમ સાથે, મિસાઈલ દુશ્મનના સ્થાનોને સચોટ રીતે નિશાન બનાવી શકે છે.
  • કોઈપણ પૂર્વશરતો વિના રેલ નેટવર્ક પર મુસાફરી કરવાની ક્ષમતા ધરાવે છે.
  • ઓછી વિઝિબલિટી સાથે ઓછી પ્રતિક્રિયા સમયે પણ લોન્ચ કરી શકાય છે.

ઇન્ડીયા આધુનિકતાના ઈતિહાસમાં એક નવો અધ્યાય લખ્યો છે. પહેલી વાર, ભારતે રેલ લોન્ચર પર આધારિત મોબાઈલ લોન્ચર સિસ્ટમથી અગ્નિ-પ્રાઇમ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આનો અર્થ એ થયો કે, ઇન્ડીયા હવે શ્રીહરિકોટામાં મિસાઇલ લોન્ચ કરવા માટે લોન્ચર જેવા લોન્ચરની જરૂર રહેશે નહીં. આ મિસાઇલને ચાલતી ટ્રેનમાં ગમે ત્યાંથી લોન્ચ કરી શકાય છે.

આ અગ્નિ-પ્રાઇમ મિસાઇલ એ આગામી પેઢીની મિસાઇલ છે. 2,000 કિ.મી સુધીની રેન્જ માટે ડિઝાઇન કરાયેલ, તે અસંખ્ય અને વિવિધ અદ્યતન સુવિધાઓથી સજ્જ છે. ઇન્ડીયા હવે એવા ગણતરીના દેશોમાં સામેલ થઈ ગયું જેની પાસે મોબાઇલ રેલ નેટવર્કથી કેનિસ્ટરાઇઝ્ડ લૉન્ચ સિસ્ટમ વિકસિત કરવાની ક્ષમતા છે.

Advertisement

આજે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સફળ એક્સ પર શુભમાકામના પાઠવી હતી. તેમણે લખ્યું હતું કે, ‘મધ્યમ અંતરની અગ્નિ-પ્રાઇમ મિસાઈલના સફળ ઉડાન પરીક્ષણ બદલ DRDO સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ (SFC) અને સશસ્ત્ર દળોને અભિનંદન. આ સફળ ઉડાન પરીક્ષણે ઇન્ડીયા એવા ગણતરીના દેશોમાં સમાવેશ કર્યો છે, જેની પાસે ચાલતા-ફરતા નેટવર્કથી કેનિસ્ટરાઇઝ્ડ લોન્ચ સિસ્ટમ વિકસિત કરવાની ક્ષમતા છે.’

Advertisement

Advertisement

Trending

Exit mobile version