National

જાણો આવતીકાલે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં નંબર ગેમમાં કોણ આગળ?

Published

on

રાજકીય વિશ્લેષકો પ્રમાણે આમ તો ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં કોઈ ઉત્સાહિત હોતું નથી પણ આ ચૂંટણી જીતવા માટે તે ગઠબંધન બાજી મારી શકે છે જેની પાસે ગૃહમાં વર્તમાન હાજર 781 મતમાંથી 391નો આંકડો પાર કરશે.

  • NDA એ ઉપરાષ્ટ્રપતિ પદ માટે મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને પોતાના ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યા છે.
  • ઈન્ડિયા એલાયન્સે તેલંગાણાથી ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુદર્શન રેડ્ડીને પોતાના ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યા છે.

જો કે 21 જુલાઈએ જગદીપ ધનખડે અચાનક ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપી દીધું હતું. હવે 9 સપ્ટેમ્બરે ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિ માટે ચૂંટણી યોજાવાની છે. પક્ષ અને વિપક્ષ બંનેએ આ માટે તૈયારીઓ કરી છે. કાલ એટલે કે 9 સપ્ટેમ્બરે મતદાન બાદ સાંજે ચૂંટણી પરિણામ પણ જાહેર થઈ જશે. આ ચૂંટણીમાં કોણ બાજી મારશે અને નંબર ગેમ્સ શું કરે છે. આવો તમને સમગ્ર માહિતી આપીએ.

એનડીએ તરફથી મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને ઉપરાષ્ટ્રપતિના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તો ઈન્ડિયા ગઠબંધને તેલંગણાના રહેવાસી પૂર્વ ચીફ જસ્ટિસ સુદર્શન રેડ્ડીને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. આ ચૂંટણીમાં ચૂંટણી વિશ્લેષક અલગ-અલગ અનુમાન લગાવી રહ્યાં છે. ભારતના આગામી ઉપરાષ્ટ્રપતિ કોણ બનશે તેનો નિર્ણય આવતીકાલે થઈ જશે, તે પહેલા અમે તમને આંકડા શું કહે છે તે જણાવીશું. આ ચૂંટણીને લઈને રાજનીતિ જોરશોરથી ચાલી રહી છે અને બંને ગઠબંધન આ ચૂંટણી જીતવા માટે પોત-પોતાના દાવ લગાવી રહ્યાં છે.

Advertisement

આમા ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં ક્રોસ વોટિંગ ન થાય તો એનડીએ સરળતાથી જીતી શકે છે અને એનડીએના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણ દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ બની જશે. આવું અમે નહીં આંકડા કહે છે. ગૃહમાં હાજર કુલ મત (781) માંથી એનડીએ પાસે 427 સાંસદ છે. જે આ ચૂંટણી જીતવા માટે જરૂરી 391 કરતા વધારે છે. વર્તમાન સમયમાં એનડીએ પાસે લોકસભામાં 293 અને રાજ્યસભામાં 134 મળી કુલ 427 સાંસદ છે. તો વિપક્ષી ઈન્ડિયા ગઠબંધનની વાત કરીએ તો લોકસભામાં 249 અને રાજ્યસભામાં 105 સાંસદો સહિત કુલ 354 સાંસદ છે, જે જીતના આંકડા 391 કરતાં ઓછા છે.

Advertisement

Trending

Exit mobile version