National

દક્ષિણ ભારતમાં દિતવાહ વાવાઝોડાની આફત, મદદ માટે વડોદરાની NDRF ટીમો ચેન્નઈ તરફ રવાના

Published

on

તમિલનાડુમાં હાઈ એલર્ટ, SDRF ટીમો દરિયાકાંઠે તૈનાત, શેલ્ટર્સ તૈયાર; પૂણે-વડોદરાથી NDRFની 10 ટીમો ચેન્નઈ મોકલાઈ.

  • શ્રીલંકામાં મૃત્યુઆંક 123 પહોંચ્યો, 43,900થી વધુ લોકો શેલ્ટરમાં; છેલ્લા સપ્તાહથી ભારે વરસાદ-ભૂસ્ખલન
  • 29 નવેમ્બર બપોરે વાવાઝોડું કરાઈકલથી 170 કિમી, પોંડિચેરીથી 280 કિમી, ચેન્નઈથી 380 કિમી દૂર; મોડી રાતથી 30મી સવાર સુધી લેન્ડફોલની શક્યતા
  • રામેશ્વરમ-ચેન્નઈ 11 ટ્રેનો ડાયવર્ટ, રામેશ્વરમ-ઓખા ટ્રેન રદ,શ્રીલંકામાં 300 ભારતીયો ફસાયા, ફ્લાઈટ્સ રદ

તામિલનાડુ, આંધ્રપ્રદેશ: શ્રીલંકામાં તબાહી મચાવ્યા પછી  દિતવાહ વાવાઝોડું હવે ઝડપ થી ભારત તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે 30મી નવેમ્બરના રોજ આ વાવાઝોડું તમિલનાડુ અને આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ટકરાવી શકે છે.આતંકિત શ્રીલંકામાં આ વાવાઝોડાના કારણે મૃત્યુઆંક કેટલીક વધીને 123 પહોંચ્યો છે, અને હજારો લોકો હવે આશરો માટે શેલ્ટરમાં રહેવા મજબૂર થયા છે.

તમિલનાડુમાં હાલ હાઈઅલર્ટ જાહેર કરવામાં આવી છે. SDRFની ટીમો દરિયાકાંઠાના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં ખડેપગે નીમણૂક કરી દીધી છે. લોકોને સુરક્ષિત રાખવા માટે શેલ્ટર્સ તૈયાર કરવામાં આવ્યા છે.આજ બપોર સુધી વાવાઝોડું કરાઈકલથી 170 કિમી, પોંડિચેરીથી 280 કિમી અને ચેન્નઈથી 380 કિમી દૂર હતું. આપત્તિપૂર્ણ સ્થિતિને ધ્યાનમાં લઈને મોડી રાતથી આવતીકાલ વહેલી સવાર સુધી વાવાઝોડું તમિલનાડુ અને આંધ્રના દરિયાકિનારે પસાર થવાની શક્યતા છે.

વાવાઝોડા કારણે આ વિસ્તારમાં આજે અને આવતીકાલે ભારે અને અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ખાસ કરીને તમિલનાડુ, પોંડિચેરી અને આંધ્ર પ્રદેશમાં.શ્રીલંકામાં ચાલી રહેલી આ કુદરતી આફતને કારણે 43,900થી વધુ લોકોએ પોતાના ઘરો પરથી શેલ્ટર્સમાં જવાનું જોખમ લીધું છે.ભારત પણ શ્રીલંકાની મદદ માટે આગળ આવ્યો છે.

ભારતીય નૌસેનાએ ઓપરેશન સાગરબંધુ અંતર્ગત 80 NDRF જવાન, 21 ટન રાહત સામગ્રીઓ અને 8 ટન રેસ્ક્યૂ સામાન સાથે શ્રીલંકા પહોંચાડ્યા છે. કોલંભો એરપોર્ટ પર ફસાયેલા ભારતીયો માટે હેલ્પડેસ્ક પણ કાર્યરત છે, જેમાં +94 773727832 હેલ્પલાઇન નંબર પણ જાહેર કરાયો છે.

તમિલનાડુના મુખ્યમંત્રી દ્વારા વાવાઝોડા થી બચાવ માટે ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઈ અને સિનિયર મંત્રીઓને સંવેદનશીલ વિસ્તારોની જવાબદારી સોંપાઇ છે.પૂણે અને વડોદરાથી પણ NDRFની 10 ટીમો કાળજી માટે ચેન્નઈ મોકલવામાં આવી રહી છે.આગાહી અને સુરક્ષા વિભાગોમાં સંયમ રાખીને લોકોએ આગળ પણ સાવચેત રહેવું અનિવાર્ય છે.

Trending

Exit mobile version