દિગ્ગજોનો દબદબો:વિજય સિંહા, રામ કૃપાલ યાદવ અને અશોક ચૌધરી જેવા અનુભવી નેતાઓને મંત્રીમંડળમાં મળ્યું સ્થાન.
પટના: બિહારના રાજકીય ઇતિહાસમાં આજે એક નવો વળાંક આવ્યો છે. પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના મંત્રીમંડળનું ભવ્ય વિસ્તરણ કરવામાં આવ્યું. આ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની વિશેષ ઉપસ્થિતિમાં કુલ 32 ધારાસભ્યોએ મંત્રી તરીકે પદ અને ગોપનીયતાના શપથ લીધા હતા.
🧐ગઠબંધનનું ગણિત:
આ મંત્રીમંડળમાં સત્તાધારી ગઠબંધન વચ્ચે સંતુલન જાળવવા માટે ખાસ તકેદારી રાખવામાં આવી છે. ભાજપ અને જેડીયુ વચ્ચે ‘ફિફ્ટી-ફિફ્ટી’ ફોર્મ્યુલા મુજબ બંને પક્ષના 16-16 મંત્રીઓનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત ગઠબંધનના અન્ય સાથી પક્ષો એવા‘હમ’ (HAM)અને એલજેપી (રામવિલાસ) ને પણ મંત્રીમંડળમાં સ્થાન આપીને સાચવી લેવામાં આવ્યા છે.
👉સૌથી મોટું આકર્ષણ:
સમગ્ર શપથ ગ્રહણ સમારોહ દરમિયાન સૌની નજર પૂર્વ મુખ્યમંત્રી નીતીશ કુમારના પુત્ર નિશાંત કુમાર પર ટકેલી હતી. નિશાંત કુમારે સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી કરીને જેડીયુ ક્વોટામાંથી મંત્રી તરીકે શપથ લીધા છે. શપથ લેતા પહેલા તેમણે જાહેરમાં પિતા નીતીશ કુમારના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવ્યા હતા, જે દ્રશ્યોએ ગાંધી મેદાનમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું.
🗣️મુખ્ય ચહેરાઓ:
ભાજપ ક્વોટામાંથી રામ કૃપાલ યાદવ, વિજય કુમાર સિંહા, અને નીતીશ મિશ્રા જેવા દિગ્ગજો મંત્રી બન્યા છે. જ્યારે જેડીયુ તરફથી લેસી સિંહ, અશોક ચૌધરી અને નવા ચહેરા તરીકે શ્વેતા ગુપ્તાને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા છે.
🫵બિહારમાં નવી સરકાર અને નવા મંત્રીમંડળ સાથે હવે વિકાસની ગતિ કેટલી ઝડપી બને છે અને આગામી ચૂંટણીઓમાં આ ’50-50 ફોર્મ્યુલા’ કેટલી અસરકારક રહે છે, તે જોવું રસપ્રદ રહેશે.