ઈરાનએ ભારતીય સામાન્ય પાસપોર્ટ ધારકો માટેની વીઝા-મુક્ત યાત્રા તાત્કાલિક અસરથી સ્થગિત કરી.
- 22 નવેમ્બરથી ઈરાન જવા માટે તમામ ભારતીય નાગરિકોને વીઝા લેશુ ફરજિયાત રહેશે.
- વિદેશ મંત્રાલયે જણાવ્યું કે કેટલાક લોકોને ઈરાનમાં અપહરણ કરી ખંડણી માંગવામાં આવી છે.
- આ નિર્ણય ભારતીય નાગરિકોને છેતરપિંડી અને ગુના અટકાવવા માટે લેવામાં આવ્યો છે.
ભારતીય નાગરિકોને નકલી નોકરીઓ અને ખોટા વાયદા આપીને છેતરવાના બનાવો વધતાં ઈરાન સરકારે સામાન્ય ભારતીય પાસપોર્ટ ધરકો માટેની વીઝા-મુક્ત યાત્રાની સુવિધા તાત્કાલિક અસરથી બંધ કરી દીધી છે.હવે 22 નવેમ્બરથી ઈરાન જવા ઇચ્છુક તમામ ભારતીયોને વીઝા મેળવવો ફરજિયાત બનશે.
ઈરાન થઈને અન્ય દેશોમાં મોકલવાના બહાને અનેક નાગરિકોને છેતરવામાં આવતા અને કેટલાકના અપહરણ તેમજ ખંડણીની ઘટનાઓ સામે આવતાં આ પગલું લેવામાં આવ્યું છે.ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ગુનાહિત તત્વો વીઝા-ફ્રી સુવિધાનો દુરૂપયોગ કરી રહ્યાં હતાં. ઈરાન પહોંચ્યા બાદ અનેક લોકોને ત્યાં નોકરી કે પ્રવાસના બહાને ફસાવવામાં આવ્યા હતા.
સરકારે ભારતીય નાગરિકોને ચેતવણી આપી છે કે કોઈપણ એજન્ટના ખોટા વચનોમાં ન આવવું, ઈરાન મારફતે ત્રીજા દેશોમાં મોકલવાના દાવાઓથી દૂર રહેવું અને નોકરીની ઓફરોની સંપૂર્ણ તપાસ કર્યા પછી જ નિર્ણય લેવો.ઈરાન દ્વારા લેવામાં આવેલું આ પગલું મુખ્યત્વે ભારતીય નાગરિકોની સુરક્ષા અને છેતરપિંડી અટકાવવા માટે છે. હવે થી ઈરાન જવા કે ઈરાન થઈને આગળની મુસાફરી માટે માન્ય વીઝા ફરજિયાત બની જશે.