National

અખિલેશ યાદવની ખુલ્લી ઓફર, 100 ધારાસભ્ય લાવો અને સરકાર બનાવો!

Published

on

લોકસભા ચૂંટણી 2024ના પરિણામ જાહેર થયા બાદ ઉત્તર પ્રદેશ ભાજપમાં હલચલ મચી ગઈ છે. પાર્ટીમાં સતત બેઠકો થઈ રહી છે. રાજ્યના અનેક નેતાઓ નારાજ હોવાનું સામે આવી રહ્યું છે. નારાજ નેતાઓ ખુલીને નિવેદન આપી રહ્યા છે. આ વચ્ચે સપા પ્રમુખ અખિલેશ યાદવે મોટું નિવેદન આપ્યું છે. તેમણે X પર પોસ્ટ કરી કે મોનસૂન ઓફર. સો લાઓ, સરકાર બનાવો. અખિલેશ યાદવે પોતાની પોસ્ટમાં કોઈ નેતાનું નામ નથી લીધું. પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે, આ ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય માટે છે.

યુપી ભાજપમાં મચેલા ઘમાસાણ પર અખિલેશ યાદવ આ પહેલા પર નિવેદન આપી ચૂક્યા છે. તેમણે બુધવારે કહ્યું હતું કે, સરકાર પરસ્પર લડી રહી છે. લખનઉ વાળી સરકાર નબળી પડી છે. ભાજપમાં ખુરશીની લડાઈમાં જનતા પરેશાન થઈ રહી છે. અખિલેશના પ્રહાર પર કેશવ પ્રસાદ મૌર્યએ પલટવાર કર્યો હતો. તેમણે કહ્યું કે, અખિલેશ યાદવ ભાજપની દેશ અને રાજ્ય બંને જગ્યાએ મજબૂત સંગઠન અને સરકાર છે. યુપીમાં સપાના ગુંડારાજની વાપસી અસંભવ છે. ભાજપ 2027 વિધાનસભા ચૂંટણીમાં 2017નું પુનરાવર્તન કરશે.

Advertisement

અખિલેશ યાદવ પહેલા પણ કેશવ પ્રસાદ મૌર્યને ઓફર આપી ચૂક્યા છે. એક ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે, કેશવ પ્રસાદ મૌર્ય ખૂબ જ નબળા માણસ છે. તેમણે CM બનવાનું સપનું જોયુ હતું. તેઓ આજે પણ 100 ધારાસભ્ય લઈ આવે. જો તેમનામાં હિંમત હોય તો ધારાસભ્ય લઈ આવો. તેમણે એક વખત જણાવ્યું હતું કે, તેમની પાસે 100 ધારાસભ્ય છે. તેઓ આજે પણ ધારાસભ્ય લઈ આવે તો સમાજવાદી પાર્ટી તેમનું સમર્થન કરશે.

અખિલેશ યાદવે કહ્યું હતું કે, તેમનું સીએમ બનવાનું સપનું છે. તેમને સ્ટૂલ પર બેસાડી દેવામાં આવ્યા. તેમની નામ પ્લેટ હટાવી દેવામાં આવી. તેમની સાથે શું-શું થયું? તેમ છતાં તેઓ ભાજપની સાથે છે. જે તેમનું સીએમ બનવાનું સપનું છે તો ભાજપનો સાથ છોડી બહાર આવી જાઓ.

લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં ભાજપનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. ભાજપ માત્ર 33 બેઠકો પર જ જીત હાંસલ કરી શકી છે. બીજી તરફ સપાના ખાતામાં 37 બેઠકો આવી છે. ભાજપનું પ્રદર્શન કેમ ખરાબ રહ્યું તે અંગે પાર્ટીમાં સતત ચર્ચા ચાલી રહી છે. સતત બેઠકો ચાલી રહી છે. કેશવ પ્રસાદ મૌર્યએ દિલ્હીમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી છે. આ મુલાકાત પહેલા મૌર્યએ મોટું નિવેદન આપ્યું હતું તેમણે કહ્યું હતું કે, સરકાર કરતા સંગઠન હંમેશા મોટું હોય છે. તેમના આ નિવેદનના અનેક અર્થ નીકળી રહ્યા છે. ભાજપમાં મચેલા આ ઘમાસાણ પર અખિલેશની પણ નજર છે. તેમને ભાજપ પર પ્રહાર કરવાની તક મળી ગઈ છે.

Advertisement

વિધાનસભામાં કોની પાસે કેટલા ધારાસભ્ય?

યુપી વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા 403 છે. NDA પાસે કુલ 283 ધારાસભ્યો છે. તેમાંથી 251 ધારાસભ્યો ભાજપના, 13 અપના દળના, 9 RLDના, 5 નિષાદ પાર્ટીના અને 6 સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના છે. બીજી તરફ વિપક્ષી ગઠબંધન I.N.D.I.A.ના ધારાસભ્યોની સંખ્યા 107 છે. સપા પાસે 105 અને કોંગ્રેસ પાસે 2 ધારાસભ્યો છે. બસપાના 1 અને જનસત્તા દળ લોકતાંત્રિકના 2 ધારાસભ્યો છે. બીજી તરફ લોકસભાની ચૂંટણી જીતીને 9 ધારાસભ્યો સાંસદ બન્યા છે જ્યારે સપાના ઈરફાન સોલંકીએ પોતાનું સભ્યપદ ગુમાવ્યું છે, જેના કારણે વિધાનસભાની 10 બેઠકો ખાલી છે.

Advertisement

Trending

Exit mobile version