International

બાંગ્લાદેશમાં હિંસા ઉગ્ર: અનેક શહેરોમાં બોમ્બ વિસ્ફોટ, શેખ હસીના અંગે આજે આવશે ચુકાદો

Published

on

પૂર્વ વડાંપ્રધાન શેખ હસીના વિરુદ્ધ હત્યા અને ષડયંત્રના આરોપો પર અદાલત જલ્દી નિર્ણય સંભળાવશે.

  • પોલીસ અને બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (BGB)ને મોટી સંખ્યામાં તૈનાત કરવામાં આવ્યા છે.
  • ઈન્ટરનેશનલ ક્રાઇમ ટ્રિબ્યુનલ (ICT)ની આસપાસ સુરક્ષાની કડક વ્યવસ્થા છે.
  • ઢાકા સહિત ગાઝીપુર અને બ્રાહ્મણબારિયા જેવા શહેરોમાં આગચંપી અને ક્રૂડ બોમ્બ હુમલાઓ વધ્યા છે.

બાંગ્લાદેશમાં પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાને લગતા હત્યા અને ષડયંત્રના કેસમાં અદાલતના નિર્ણય પહેલાં તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું છે. છેલ્લા બે દિવસથી રાજધાની ઢાકા સહિત અનેક શહેરોમાં આગચંપી અને ક્રૂડ બોમ્બ હુમલાઓની ઘટનાઓ વધી રહી છે.

ઢાકા શહેરને પોલીસ અને બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (BGB) દ્વારા એકદમ કિલ્લામાં ફેરવી દેવામાં આવ્યું છે. શહેરના પ્રવેશદ્વારો પર ચેકપોઇન્ટ્સ સ્થાપી વાહनोंની સઘન તપાસ ચાલી રહી છે. ઇન્ટરનેશનલ ક્રાઇમ ટ્રિબ્યુનલની આસપાસ પણ સુરક્ષા વધારે કડક બનાવાઈ છે.અદાલત શેખ હસીના અને તેમના મુખ્ય સહયોગીઓ વિરુદ્ધ લગાવવામાં આવેલા હત્યા અને ષડયંત્ર સહિતના અનેક ગંભીર આરોપો પર જલદી નિર્ણય કરશે. યાદ રહે કે હસીના ગયા વર્ષે ઓગસ્ટ માસે ભારતમાં શરણ લેવા આવી હતી.

રાજકીય તણાવને કારણે ઢાકામાં જાહેર જીવન લગભગ ઠપ બની ગયું છે. હિંસાની અસર ગાઝીપુર અને બ્રાહ્મણબારિયા જેવી બહારની શહેરોમાં પણ જોવા મળી રહી છે. બ્રાહ્મણબારિયામાં ગ્રામીણ બેન્કની એક શાખાને આગ લગાડવામાં આવી, જેના કારણે મહત્વના દસ્તાવેજો અને ફર્નિચર નાશ પામ્યા છે. સરકારે આ હિંસાને અવામી લીગના સમર્થકોની કારસ્થાન ગણાવી છે.બાંગ્લાદેશની હાલની પરિસ્થિતિ 2024ના વિદ્યાર્થીઓના પ્રદર્શન દરમ્યાન થયેલી હિંસાની યાદ તાજી કરે છે, જેમાં 500થી વધુ લોકોના મોત થયા હતા.

Trending

Exit mobile version