International

માઇક્રોસોફ્ટ સર્વર 10 કલાકથી ઠપ, દુનિયામાં હડકંપ: વાયરસ એટેકની ચર્ચા; બેંક, ફ્લાઇટ્સ, કોમ્પ્યુટર, ATMને અસર; અનેક ફ્લાઇટ કેન્સલ,

Published

on

શુક્રવારે માઇક્રોસોફ્ટના સર્વરમાં ટેકનિકલ ખામી સર્જાઇ હતી. તેના કારણે એરલાઈન્સ, ટીવી ટેલિકાસ્ટ, બેન્કિંગ અને વિશ્વભરની ઘણી કોર્પોરેટ કંપનીઓની કામગીરી પ્રભાવિત થઈ છે. ભારત સહિત વિશ્વભરના એરપોર્ટ પર ચેક-ઈન અને ટિકિટ બુકિંગમાં સમસ્યા છે, જેના કારણે ફ્લાઈટ્સ મોડી પડી છે અથવા કેન્સલ થઈ છે.

Advertisement

ભારતમાં ચાર એરલાઈન્સ- ઈન્ડિગો, સ્પાઈસજેટ, અકાસા એર અને એર ઈન્ડિયા એક્સપ્રેસે અહેવાલ આપ્યો છે કે તેમની બુકિંગ, ચેક-ઈન અને ફ્લાઈટ અપડેટ સેવાઓ ટેકનિકલ સમસ્યાને કારણે પ્રભાવિત થઈ છે. એરપોર્ટ પર સર્વિસના અભાવે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

Advertisement

હૈદરાબાદ અને બેંગલુરુની મોટાભાગની કોર્પોરેટ કંપનીઓમાં વાયરસ એટેકની વાત કહેવામાં આવી રહી છે. સિસ્ટમ બ્લૂ સ્ક્રીનમાં આવ્યા પછી રીસ્ટાર્ટ થઈ રહી છે. હૈદરાબાદમાં ઘણી કંપનીઓમાં કર્મચારીઓને 2 કલાક સુધી સિસ્ટમ ઓફ કરવા માટે કહેવામાં આવ્યું છે.

Advertisement

Trending

Exit mobile version