International

ટેરિફ વિવાદ વચ્ચે ભારતના લોબિસ્ટ જેસન મિલર ટ્રમ્પની મુલાકાત, પાછળ શું ખેલ થઈ રહ્યો છે?

Published

on

આ મુલાકાત અચાનક ચર્ચામાં છેમિલર ભારતના લોબિસ્ટ છે અને તેઓ SHW પાર્ટનર્સ એલએલસીના હેડ છે. ભારતીય દૂતાવાસે તેમને એપ્રિલમાં એક વર્ષ માટે 1.8 મિલિયન અમેરિકી ડોલરના ખર્ચે નિયુક્ત કર્યા હતા.

  • એક્સ પર આપી જાણકારી આપી હતી.
  • આ મુલાકાત વેપારી તણાવ વચ્ચે નાજૂક કૂટનીતિકનો હિસ્સો માનવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી ફરી રાષ્ટ્રપતિ બન્યા છે ત્યારથી સતત ચર્ચામાં છે. તેઓ કઈને કઈ એવું કરે છે જેના કારણે દુનિયાની નજર તેમના પર રહે છે. ટ્રમ્પે થોડા દિવસ પહેલા કહ્યું હતું કે અમે ભારતને ચીનના હાથે ગુમાવી દીધુ અને ત્યારબાદ કહ્યું કે પીએમ મોદી મારા સારા મિત્ર છે. ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું કે જ્યારે પીએમ મોદી ચીનનો પ્રવાસ કરીને આવ્યા.

જો કે ટ્રમ્પના તેવર કૂણા પડ્યા હોય તેવું જણાય છે. આ બધા વચ્ચે હવે ભારતના લોબિસ્ટ ગણાતા જેસન મિલરે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી છે. આ મુલાકાત અચાનક ચર્ચામાં છેમિલર ભારતના લોબિસ્ટ છે અને તેઓ SHW પાર્ટનર્સ એલએલસીના હેડ છે. ભારતીય દૂતાવાસે તેમને એપ્રિલમાં એક વર્ષ માટે 1.8 મિલિયન અમેરિકી ડોલરના ખર્ચે નિયુક્ત કર્યા હતા.

Advertisement


જો કે મિલરે આ મુલાકાત પાછળનું કારણ જણાવ્યું નથી. પરંતુ તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતા લખ્યું કે વોશિંગ્ટનમાં ખુબ જ શાનદાર સપ્તાહ પસાર થયો. જ્યાં અનેક સારા મિત્રો શહેરમાં હતા અને સૌથી ઉત્તમ અમને ત્યાં રોકાઈને આપણા રાષ્ટ્રપતિને કામ કરતા જોવાની તક મળી. આ ઉપરાંત અંતમાં લખ્યું કે આ પ્રકારે સારું કામ કરતા રહો ડોનાલ્ડ ટ્રમ્પ. 


ભારત અને અમેરિકાના સંબંધ  ટ્રમ્પના ટેરિફ લગાવ્યા બાદ ખુબ ખરાબ થયા છે. ટ્રમ્પે રશિયાના તેલનો હવાલો આપતા ભારત પર 50 ટકા ટેરિફ લગાવવામાં આવ્યો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ભારતના તેલ ખરીદવાના કારણે યુક્રેન અને રશિયાના યુદ્ધમાં બળ મળી રહ્યું છે. જો કે ભારતે તેમના આ કાર્યને અયોગ્ય ગણાવ્યું. આવામાં આ મુલાકાત વેપારી તણાવ વચ્ચે નાજૂક કૂટનીતિકનો હિસ્સો માનવામાં આવી રહી છે. કારણ કે બંને દેશોમાં ટેરિફ અંગે તણાવ ચાલી રહ્યો છે પરંતુ ટ્રમ્પ પોતાના નિવેદનોમાં પીએમ મોદીને પોતાના મિત્ર ગણાવ્યાં છે. 

Advertisement

Trending

Exit mobile version