International

PRની રાહમા બેઠેલા હજારો ભારતીયોને મોટો આઘાત: કેનેડાએ બે વર્ષ જૂની અરજીઓ રદ કરી

Published

on

અરજદારને ઓન્ટારિયોમાં પછલાં બે વર્ષમાં માન્ય રીતે કામનો અનુભવ હોવો આવશ્યક હતો, જેમાં નોકરીની પ્રકાર TEER 2 અથવા TEER 3 (જેમ કે ઈલેક્ટ્રિશિયન, પ્લમ્બર, વેલ્ડર વગેરે) થાય.

  • અધિકૃત ભાષા પરીક્ષા (English અથવા French) માં ઓછામાં ઓછું CLB 5નું સ્કોર હોવું જરુરી.
  • Express Entry પ્રોફાઇલમાં NOI (Notification of Interest) મળવો જરૂરી.
  • સંપૂર્ણ સમયનું માલશ્રમ અનુભવ ઓછામાં ઓછું 12 મહિના હોવુંઓન્ટારિયો વેપારમાં કાયદેસર સ્ટેટસ સાથે કામ કરવું.

કેનેડામાં નોકરી કરી રહેલા અને પી.આર. (Permanent Residence) મેળવવાની રાહ જોઈ રહેલા ભારતીયોને મોટો ઝટકો લાગ્યો છે. ઓન્ટારિયો સરકારે અચાનક પોતાની “Skilled Trades Stream” બંધ કરી દીધી છે. આ નિર્ણય સાથે આ અંતર્ગત બધી પેન્ડિંગ અરજીઓ પણ રદ કરી દેવામાં આવી છે, જે છેલ્લા દોઢથી બે વર્ષથી પ્રક્રિયામાં હતી.સરકારએ સ્પષ્ટ કર્યું છે કે અરજદારોએ ચૂકવેલી ફી અને ફાઈલો પરત આપવામાં આવશે.

જોકે, આ પગલાથી હજારો ભારતીય વર્કર્સની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. ઇલેક્ટ્રિશિયન, પ્લમ્બર, વેલ્ડર, કન્સ્ટ્રક્શન વર્કર અને ઓટોમોટિવ ટેકનિશિયન જેવા સેક્ટરમાં ભારતીયોનું પ્રભાવ મોટું હોવાથી, આ નિર્ણયનો સીધો અસર ભારત પર પડશે.ઓન્ટારિયોના “Immigrant Nominee Program (OINP)” દ્વારા સંચાલિત આ સ્કિલ્ડ ટ્રેડ્સ સ્ટ્રીમ હવે નવી અરજીઓ પણ સ્વીકારશે નહીં.

સરકારનું કહેવું છે કે આ કેટેગરીમાં મોટા પ્રમાણમાં ખોટી જાણકારી અને ફ્રોડના કેસ સામે આવતા એ પગલું ભરવું પડ્યું.તાજેતરમાં જ કેનેડાએ મોટી સંખ્યામાં ભારતીય સ્ટુડન્ટ વિઝા પણ રિજેક્ટ કર્યા હતા, જેના કારણે ભારતીય ઇમિગ્રન્ટ વર્કર્સ અને વિદ્યાર્થીઓ બંનેમાં નિરાશા ફેલાઈ છે.

Trending

Exit mobile version