International

VIDEO : અમેરિકા : ટેક્સાસ રાજ્યમાં ઉડતું વિમાન ટ્રક પર આવીને પડ્યું, ક્રેશ બાદ આગના જોરદાર આગ લાગી

Published

on

ક્રેશ થયેલું વિમાન સિરસ એસઆર-22 Cirrus SR-22 હોવાનું માનવામાં આવે છે. હાલમાં એ વાતની સત્તાવાર માહિતી મળી નથી કે વિમાને ક્યાંથી ઉડાન ભરી હતી અને ક્યાં જઈ રહ્યું હતું.

  • Hicks Airfield નજીક એક નાનું વિમાન ક્રેશ થવાની દુર્ઘટના બની.
  • રવિવારે બપોરે લગભગ 1:30 વાગ્યે  સ્થાનિક સમય આ દુર્ઘટના થઈ.
  • દુર્ઘટનામાં વિમાનમાં સવાર બે વ્યક્તિના મૃત્યુ થયા

અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં ટેરન્ટ કાઉન્ટી સ્થિત હિક્સ એરફિલ્ડ Hicks Airfield નજીક એક નાનું વિમાન ક્રેશ થવાની દુર્ઘટના બની છે, જેમાં વિમાનમાં સવાર બે લોકોના મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે. ફોર્ટ વર્થ ફાયર ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, રવિવારે બપોરે લગભગ 1:30 વાગ્યે  સ્થાનિક સમય આ દુર્ઘટના થઈ હતી.

જાણવા મળતી માહિતી પ્રમાણે, ક્રેશ થયા બાદ વિમાન નોર્થ સેગિનો બુલવર્ડ પર આવેલા એક પાર્કિંગ લોટમાં પાર્ક કરેલા અઢાર-વ્હીલર 18-wheeler ટ્રકો અને ટ્રેલરો પર પડ્યું હતું. આ અથડામણના કારણે જોરદાર આગ લાગી ગઈ, અને ધુમાડાના ગોટેગોટા આકાશમાં દૂર સુધી દેખાયા હતા. આગની લપેટમાં નજીકનું એક કોમર્શિયલ બિલ્ડિંગ પણ આવી ગયું હોવાના અહેવાલ છે.

જ્યારે ફોર્ટ વર્થ ફાયર વિભાગે કહ્યું કે, ઘટનાની જાણ થતાં જ ઇમરજન્સી ક્રૂ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને આગને નિયંત્રણમાં લેવામાં આવી હતી. જોકે, દુર્ઘટનામાં વિમાનમાં સવાર બે વ્યક્તિના મૃત્યુ થયા છે, જેમની ઓળખ જાહેર કરવામાં આવી નથી. સદભાગ્યે, ગ્રાઉન્ડ પર જમીન પર અન્ય કોઈ વ્યક્તિને ઈજા કે જાનહાની થઈ નથી. આ ઘટના અંગે ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન FAA  અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ NTSB ને જાણ કરવામાં આવી છે, અને બંને એજન્સીઓ ક્રેશના કારણની તપાસ શરૂ કરશે.

જ્યારે સ્થાનિક મીડિયાના સુત્રો પ્રમાણે, ક્રેશ થયેલું વિમાન સિરસ એસઆર-22 Cirrus SR-22 હોવાનું માનવામાં આવે છે. હાલમાં એ વાતની સત્તાવાર માહિતી મળી નથી કે વિમાને ક્યાંથી ઉડાન ભરી હતી અને ક્યાં જઈ રહ્યું હતું. આ દુર્ઘટના ડલાસ-ફોર્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટની નજીક, ફોર્ટ વર્થ એલાયન્સ એરપોર્ટ અને ફોર્ટ વર્થ મીચમ એરપોર્ટની વચ્ચે આવેલા ખાનગી હિક્સ એરફિલ્ડ પાસે બની હતી.

Trending

Exit mobile version