જ્યારે ર્મદા ડેમના 23 દરવાજા ખોલી 5.30 લાખ ક્યુસેક પાણી છોડાતા ભરૂચમાં નર્મદા નદીમાં બે વર્ષ બાદ પુર આવ્યું છે. ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે શુક્રવારે સવારે નદીએ તેની ભયજનક સપાટી 24 ફૂટ વટાવી દીધી હતી.
આજે બપોરે 12 કલાકે નર્મદા નદી તેના ભયજનક લેવલથી 1.66 ફૂટ એટલે કે 25.66 ફૂટે વહી રહી છે. નીચાણવાળા વિસ્તારોમાં પુરના પાણી ઘૂસવાના શરૂ થઈ ગયા છે.ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર, પાલિકા, પોલીસ પુરની સ્થિતિમાં રાહત અને બચાવ માટે સજ્જ છે. ભરૂચમાં નદીની સપાટી 27 ફૂટે પોહચતા અસરગ્રસ્ત વિસ્તારો અને ગામોમાંથી સ્થળાંતરની કાર્યવાહી હાથ ધરાશે
સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે.બપોરે 12 કલાકથી 23 દરવાજા 2.20 મીટર ખોલી 3,60,000 ક્યુસેક અને પાવરહાઉસ મારફતે 45,000 ક્યુસેક મળી કુલ 4,05,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું.