Gujarat

‘વાઈટ કડાઈ’ ઓપરેશનમાં વલસાડ ડ્રગ્સ યુનિટ પર્દાફાશ ,ગુજરાત માં નશા નેટવર્કના અંત સામે ફરી પ્રશ્નચિહ્ન

Published

on

ગુજરાતમાં નશાના ગેરકાયદેસર કારોબાર સામે DRI એ ફરી એકવાર મોટું ઓપરેશન હાથ ધર્યું છે. પ્રાપ્ત થયેલી ગુપ્ત જાણકારીના આધારે વલસાડ તાલુકાના અટગામ અને ધોબી કુવા વિસ્તારમાં ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સે મંગળવારે મોડી બપોરે અચાનક દરોડા પાડી ને 22 કરોડથી વધુ કિંમતનું પ્રતિબંધિત સાયકોટ્રોપિક ડ્રગ ‘અલ્પ્રાઝોલમ’ સહિત મોટો જથ્થો કબ્જે કર્યો છે.

DRI ની તપાસ મુજબ, નેલ-પોલીશ બનાવવા માટેના કેમિકલ યુનિટની આડમાં — ગેરકાયદે ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગ ચાલતું હતું. ફેક્ટરીમાં તૈયાર તથા અર્ધ તૈયાર મટિરિયલ મળતા અધિકારીઓ પણ ચોંકી ગયા હતા.

આપેલ આધિકારીક આંકડા મુજબ —

  • 9.55 કિલો તૈયાર અલ્પ્રાઝોલમ
  • 104.15 કિલો અર્ધ-તૈયાર અલ્પ્રાઝોલમ
  • 431 કિલો કાચા રસાયણો

આ રસાયણોમાં પી-નાઈટ્રોક્લોરોબેન્ઝીન, ફોસ્ફરસ પેન્ટાસલ્ફાઇડ, ઇથિલ એસિટેટ અને હાઇડ્રોક્લોરિક એસિડ જેવા મુખ્ય કેમિકલ સામેલ છે — જેનાથી અલ્પ્રાઝોલમનું clandestine production ચાલતું હતું.

તપાસમાં હાથ લાગેલી વિગત મુજબ

આ રેકેટના મુખ્ય આરોપીઓ ચંદ્રકાન્ત કે. છેડા અને અશોક મુળજી પીઠારીયા હોવાનું સામે આવ્યું છે. બંને સહિત 4 લોકોની ધરપકડ થઇ છે. અને સૌથી મોટું ચોંકાવનારું એ કે  આ ફેક્ટરી છેલ્લા એક વર્ષથી બિન લાયસેન્સ્ડ રીતે ચાલતી હતી.

જ્યારે કારવાઈ બાદ મોડી રાત્રે આરોપીઓને કોર્ટમાં રજુ કરાયા હતા અને કેસની ગંભીરતા જોતા કોર્ટએ 3 દિવસનું રિમાન્ડ મંજૂર કર્યું છે. રિમાન્ડ દરમિયાન આ નેટવર્કના ‘બિગ લિંક્સ’ સુધી પહોંચી શકાય એવી સંભાવના DRI દર્શાવી રહ્યું છે.

પ્રાથમિક શંકા મુજબ અહીંથી મળતું ડ્રગ્સ માત્ર ગુજરાતમાં જ નહીં — મહારાષ્ટ્ર, દમણ, સેલવાસ સુધી સપ્લાય થતું હોવાની શક્યતા છે.

Trending

Exit mobile version