રાજ્યની સુશાસન સરકારના વહીવટમાં અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓને ગાંઠતા નથી તેનો ઉત્તમ પુરાબો છોટાઉદેપુર જીલ્લામાં જોવા મળ્યો છે. જ્યાં જીલ્લા સંકલનની બેઠકમાં સાંસદને પણ યોગ્ય જવાબ મળતો નથી. જેને લઈને સાંસદે લેખિતમાં જીલ્લા કલેકટરને ફરિયાદ સહિતની અરજી કરી છે.
રાજકીય જાણકારો લાંબા સમયથી કહેતા આવ્યા છે કે હવે ગુજરાતમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ કરતા આધિકારીઓનું રાજ વધારે ચાલે છે અધિકારી ચાહે તે કરી શકે અને પ્રજાના જનઆદેશથી ચૂંટાઈને આવેલા સત્તાધીશોનું ચાલતું નથી.
Advertisement
આવો તાજો કિસ્સો છોટાઉદેપુર જીલ્લામાં જોવા મળ્યો છે. જ્યાં છોટાઉદેપુર લોકસભાના સાંસદને જીલ્લા સંકલનની બેઠકમાં અધિકારીઓ પૂરતી માહિતી સાથે જવાબ આપતા નથી. અને જે પ્રશ્નોના જવાબ મળે છે તે અધૂરી માહિતીના હોય છે. જેના કારણે વિસ્તારની સમસ્યાઓ અંગે સંકલનની બેઠકમાં ચર્ચા થઈ શકતી નથી.
આ સામસ્યાનો કારણે સાંસદ જશુભાઈ રાઠવાએ જીલ્લા કલેક્ટરને પત્ર લખીને બેઠકના 10 દિવસ પૂર્વે લેખિતમાં પ્રશ્નો પૂછવાની ફરજ પડી હતી. સાંસદે તેઓના પ્રશ્નોની યાદી અગાઉથી જ લેખિતમાં જીલ્લા કલેક્ટરને સોંપી દીધી હતી. તેઓએ પત્રમાં બોલ્ડ અક્ષરે અધિકારીઓ દ્વારા પૂરતી અને સમયસર માહિતી નહીં આપવામાં આવતી હોવાની ફરિયાદ પણ કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે અગાઉ જાણ કરવા છતાંય બેઠકના આગલા દિવસે અધિકારીઓ માહિતી આપે છે જેના કારણે જરૂરી અભ્યાસ કરી શકાતો નથી.