Gujarat

રેશન કાર્ડની માન્યતા ખતમ! હવે ઓળખ અથવા રહેઠાણ પુરાવા તરીકે ઉપયોગ નહીં

Published

on

રેશનકાર્ડ હવે ઓળખ કે રહેઠાણ પુરાવા તરીકે વાપરશો નહીં.બેસ્ટ વિકલ્પ Aadhaar card, Passport, Voter ID card જેવા છે.

  • બેંકોમાં રેશન કાર્ડનો ઉપયોગ બંધ, ખાતું ખોલાવવા અન્ય દસ્તાવેજ જરૂરી
  • રેશન કાર્ડની ઉપયોગિતા ઘટી, હવે માત્ર અનાજ માટે જ માન્યઓળખ પુરાવા તરીકે રેશન કાર્ડનો અંત – નવો નિયમ લાગુ પડ્યો
  • ઓળખ પુરાવા તરીકે રેશન કાર્ડનો અંત – નવો નિયમ લાગુ પડ્યો

ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગએ તાજેતરમાં એક મહત્વનો નિર્ણય લીધો છે કે હવે ગુજરાતમાં રેશનકાર્ડને ઓળખનો પુરાવો (Identity Proof) કે રહેઠાણનો પુરાવો (Address Proof) તરીકે માન્યતા આપવામાં આવશે નહીં. એટલે કે, હવે રેશનકાર્ડનો ઉપયોગ બેંક ખાતુ ખોલાવવા, મોબાઇલ સિમ કાર્ડ મેળવવા અથવા અન્ય સરકારી યોજનાઓ માટે ઓળખ અથવા સરનામા પુરાવા તરીકે કરી શકાશે નહીં.

આ બદલાવનો મુખ્ય હેતુ રેશનકાર્ડના દુર્બાપયોગને અટકાવવાનો અને તેને માત્ર સબસિડીવાળું અનાજ અને અન્ય પીડીએસ (Public Distribution System) હેઠળ વિતરણ માટે જ લિમિટેડ રાખવાનો છે. હવે લોકોએ ઓળખ અને સરનામા પુરાવા તરીકે આધાર કાર્ડ, પાસપોર્ટ, ચૂંટણી કાર્ડ જેવી માન્ય દસ્તાવેજો રજૂ કરવી પડશે.

સરકારના આ નિર્ણયને કારણે હવે બેંક ખાતું ખોલાવવું, મોબાઇલ સિમ કાર્ડ મેળવવું, કે સરકારી યોજનાઓનો લાભ લેવા જેવી વિવિધ સેવાઓ અને દસ્તાવેજો માટે રેશનકાર્ડ રજૂ કરી શકાશે નહીં. આ માટે નાગરિકોએ આધાર કાર્ડ, પાસપોર્ટ, ચૂંટણી કાર્ડ અથવા અન્ય માન્ય સરકારી દસ્તાવેજોનો ઉપયોગ કરવો પડશે. આ નિર્ણયનો હેતુ રેશનકાર્ડનો દુરુપયોગ અટકાવવાનો અને તેના મૂળ હેતુ—ગરીબ તથા જરૂરિયાતમંદ લોકોને અનાજનું વિતરણ સુનિશ્ચિત કરવાનું મનાય છે.

Trending

Exit mobile version