પોલીસના જમાદારે ફરિયાદ દાખલ ન થાય ત્યાં સુધી હોસ્પિટલમાં દાખલ કરવાને ના પાડી,5 દિવસ સુધી યોગ્ય સારવાર વગર રહેલી બાળકી હતી, ફરી વડોદરા SSG હોસ્પિટલમાં ખસેડાઈ.
- નેત્રંગ (રૂપઘાટ ગામ) ખાતે 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મની ઘટના
- દૂષ્કર્મ બાદ બાળકી ખૂબ જ ગંભીર હાલતમાં મોડી સારવાર માટે રાજપીપળા સિવિલમાં દાખલ.
- પરિવારનો આક્ષેપ છે કે, પોલીસ દ્વારા સમયસર મદદ ન મળતા પીડિતાને યોગ્ય સારવાર તાત્કાલિક મળી ન હતી.
નેત્રંગ: નેત્રંગના રૂપઘાટ ગામે દુષ્કર્મનો ભોગ બનેલી 10 વર્ષીય બાળકીનું સારવાર દરમિયાન મોત થયું છે. ધોરણ 7માં અભ્યાસ કરતી દીકરી પર ગામના યુવાને દુષ્કર્મ આચર્યું હતું.બાળકી રસ્તા પર મળતાં આરોપીએ તેને ગામ છોડવા કહેતા ખેતરમાં લઈ જઈ દુષ્કર્મ કર્યું હતું. બાદમાં તબિયત બગડતાં બાળકી એ સમગ્ર ઘટના પોતાની કાકી સાથે જણાવી હતી.
પરિવારજનો એ તરત જ તબીબી સારવાર શરૂ કરી હતી, પરંતુ શરૂઆતમાં રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં યોગ્ય સારવાર ન મળતાં તકલીફ વધી હતી.પરિવારના આક્ષેપ મુજબ, પોલીસની બેદરકારીને કારણે પણ સારવારમાં વિલંબ થયો હતો. એક જમાદારએ ફરિયાદ દાખલ ન થાય ત્યાં સુધી સિવિલમાં દાખલ ન કરતી વલણ અપનાવ્યું હતું. પરિણામે પાંચ દિવસ બાદ જ બાળકી ને યોગ્ય સારવાર મળી.
ગંભીર હાલતમાં બાદમાં બાળકી ને વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી, પરંતુ આજે સારવાર દરમિયાન તેનું મોત થયું. આખા પરિવારમાં દુઃખની લાગણી છવાઈ ગઈ છે, જ્યારે પરિવારજનોએ આરોપીને કડક સજાની માંગ કરી છે.આ ઘટના આદિવાસી વિસ્તારમાં સ્ત્રી અને બાળ સુરક્ષા પ્રત્યેનું તંત્ર કેટલું નિષ્ક્રિય છે તે સ્પષ્ટ કરે છે.