Gujarat

કોમનવેલ્થ ગેમ્સ ની તૈયારી ને લઈ: મોદી સ્ટેડિયમ નજીક ડિમોલિશન, સુરક્ષાની વચ્ચે મકાન તોડાયા

Published

on

આ કામગીરી 2036 ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સ તૈયારીઓના ભાગરૂપે Sardar Vallabhbhai Patel (SVP) Sports Enclave વિકાસ માટે છે.

  • ગુજરાત હાઈકોર્ટે રહેવાસીઓની અરજી નકારી, જેમણે નોટિસોનો વિરોધ કર્યો હતો; કોર્ટે કહ્યું કે TP Scheme No. 23 (1984) હેઠળ આ કાયદેસર છે
  • વહેલી સવારથી 4 હિટાચી મશીન, 2 JCB અને સ્ટાફ દ્વારા ડિમોલિશન થયું, પોલીસ બંદોબસ્ત સાથે.
  • સરકારે સ્લમ અપગ્રેડ પ્લોટ્સને બચાવવાનું આશ્વાસન આપ્યું અને પાત્ર રહેવાસીઓને વૈકલ્પિક આવાસની શક્યતા.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) આગામી કોમનવેલ્થ ગેમ્સ અને ઓલમ્પિક્સની તૈયારીમાં મોટેરા વિસ્તારની મહત્વની સફાઈ કામગીરીમાં એક્શન મોડમાં છે. આજે વહેલી સવારથી મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે આવેલા ટીપી રોડ પર અવરોધરૂપ રહેલા બળદેવનગર અને સુભાષનગરના 29 મકાનો તોડવા કામગીરી હાથ ધરાઈ છે.મૂખ્ય કારણ એ છે કે આ વિસ્તારો 24 મીટર પહોળા ટીપી રોડના વિકાસમાં અવરોધરૂપ બનતા હતા.

સ્થાનિક રહેવાસીઓને અગાઉ કોર્પોરેશન દ્વારા મકાન ખાલી કરવા નોટિસ આપવામાં આવી હતી, પરંતુોએ હાઈકોર્ટનો આશરો લીધો હતો. જોકે, ગુજરાત હાઈકોર્ટે આ અરજી નકાર્યા બાદ તંત્રને રસ્તો ખુલ્લો કરવાનો માર્ગ મળી ગયો હતો.ડિમોલિશનની પ્રક્રિયા હિચાચી મશીન, જેસીબી તેમજ સ્ટાફની મદદથી શરૂ કરી હતી.

પોલીસ કાફલો દરોજ તોફાની સ્થિતિ અટકાવવા માટે ગશકરી સુરક્ષા પૂરી પાડી રહ્યો છે.  આ પગલાંથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નજીક SVP એન્કલેવ વિક્ષેપ વિના વિકસિત કરવાની કામગીરીને ગતિ મળશે.આ કાર્ય વચ્ચે AMCએ સ્પષ્ટ કર્યું કે કાયદેસર પગલાં સાથે લોકોને યોગ્ય મદદરુપ કરવામાં આવશે અને વ્યવસ્થાઓ જાળવી રહેશે.

Trending

Exit mobile version