- Maruti e Vitaraના લોન્ચિગ પહેલા PM Modi ની એક્સ પર પોસ્ટ.
- 100 દેશોમાં નિકાસ થશે, બેટરી ઇકો સિસ્ટમને બૂસ્ટ મળશે.
- ભવિષ્યમાં ઇલેક્ટ્રિક વાહન ક્ષેત્રે ગુજરાત મહત્વનું કેન્દ્ર બનશે.
પીએમ ના હસ્તે બહુચરાજીમાં E-વિટારા લોન્ચ કરવા માં આવી. ઈ-વિટારાના લોન્ચિગ પહેલા મોદીની એક્સ પર પોસ્ટ સામે આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાંસલપુર સ્થિત મારુતિ સુઝુકી કંપનીની પહેલી ઈલેક્ટ્રિક કાર ‘Maruti e Vitara’ને લોન્ચ કરી છે. આ ઉપરાંત બેટરી પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે. ત્યારબાદ બપોરે 1:00 વાગ્યાની આસપાસ PM Modi અમદાવાદથી દિલ્હી જવા રવાના થશે.
ગુજરાતના એક પ્લાન્ટમાં હાઇબ્રિડ બેટરી ઇલેક્ટ્રોડનું ઉત્પાદન પણ શરૂ થશે. ભારતની આત્મનિર્ભરતા અને ગ્રીન મોબિલિટી માટે હબ બનવાની શોધમાં આજે એક ખાસ દિવસ છે. હાંસલપુરમાં યોજાનારા કાર્યક્રમમાં, e-VITARA ને લીલી ઝંડી આપવામાં આવી છે. આ બેટરી ઇલેક્ટ્રિક વાહન (BEV) ભારતમાં બનેલ છે અને સોથી વધુ દેશોમાં નિકાસ કરવામાં આવશે. આપણા બેટરી ઇકોસિસ્ટમને મોટા પ્રોત્સાહન તરીકે, ગુજરાતના એક પ્લાન્ટમાં હાઇબ્રિડ બેટરી ઇલેક્ટ્રોડનું ઉત્પાદન પણ શરૂ થશે. હવે ઇલેક્ટ્રિક વાહનની બેટરી એંસી ટકાથી વધુ ભારતમાં જ બનશે.
બેચરાજી-માંડલ વિસ્તારમાં આવેલ હાંસલપુર ખાતે મારૂતિ મોટરકાર કંપનીના ઇલેક્ટ્રિક વ્હીકલ પ્લાન્ટમાં બે ઐતિહાસિક કાર્યક્રમમાં હાજરી આપી છે. પ્રથમ વખત ભારતમાં નિર્મિત બેટરી ઇલેક્ટ્રિક વાહન (BEV) “Vitara”નું વૈશ્વિક પ્રસ્થાન કર્યુ છે. સાથે જ 100 દેશોમાં ઇલેક્ટ્રિક વાહન નિકાસને લીલી ઝંડી આપવામાં આવી છે. વધુમાં, લિથિયમ-આયન બેટરીના હાઇબ્રિડ ઇલેક્ટ્રોડના સ્થાનિક ઉત્પાદનની શરૂઆત પણ થઇ છે, જે ભારતના બેટરી ઇકોસિસ્ટમને નવો તબક્કો આપશે. આ સાથે ગુજરાતમાં લિથિયમ-આયન બેટરી પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન થવાનું છે, જે ભવિષ્યમાં ઇલેક્ટ્રિક વાહન ક્ષેત્રે ગુજરાતને મહત્વનું કેન્દ્ર બનાવશે.