✈️ અમરેલીમાં આવેલા ટ્રેનિંગ એરપોર્ટ પર ફરી એકવાર મોટી વિમાની દુર્ઘટના સર્જાતા સહેજમાં રહી ગઈ છે. આજે વહેલી સવારે ટ્રેનિંગ સેન્ટરનું એક વિમાન અચાનક રનવે પરથી નીચે ઉતરી ગયું હતું.
>જોકે, સૌથી મોટી રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વારંવાર બનતી આવી ઘટનાઓએ એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.
>જોકે,એરપોર્ટ ઓથોરિટીની કામગીરી શંકાના દાયરામાં આવી છે. ઘટના બન્યા બાદ તેને મીડિયા સુધી પહોંચતી અટકાવવા અને વાતને દબાવી દેવા માટે હવાતિયા મારવામાં આવ્યા હતા. એરપોર્ટ ઓથોરિટીએ આ અંગે મૌન સેવી લીધું હતું અને વાત છૂપાવી હતી. જોકે, બાદમાં અમરેલીના પ્રાંત અધિકારીએ આ ઘટના બની હોવાની સત્તાવાર પુષ્ટિ કરી હતી.
🛑 પ્લેન રનવે પર સ્લીપ થઈ ગયું
મળતી માહિતી મુજબ, આજે વહેલી સવારે અમરેલી એરપોર્ટ પર નિયમિત ટ્રેનિંગ ચાલી રહી હતી.
- ટ્રેનિંગ દરમિયાન એક વિમાન રનવે પર આવતા જ અચાનક ‘સ્લીપ’ થઈ ગયું હતું.
- સ્લીપ થવાને કારણે પ્લેન રનવે પરથી નીચે ઉતરી ગયું હતું.
- એરપોર્ટ મેનેજરના જણાવ્યા અનુસાર, પ્લેન સ્લીપ ખાવાને કારણે આ ઘટના બની હતી.
⚠️ વારંવારની ઘટનાઓ પર સવાલ
અમરેલી એરપોર્ટ પર રનવે પરથી પ્લેન ઉતરી જવાની આ કોઈ પહેલી ઘટના નથી.
- અગાઉ પણ આવી દુર્ઘટનાઓ બની ચૂકી છે.
- ભૂતકાળમાં બનેલી આવી જ એક ગંભીર દુર્ઘટનામાં તો પ્લેન ક્રેશ થતાં એક પાયલોટનું મોત પણ નીપજ્યું હતું.
- વારંવાર આવી ઘટનાઓ બનતી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા ન હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
સુરક્ષાની આ ગંભીર બેદરકારી સામે સ્થાનિક લોકો અને ઉડ્ડયન ક્ષેત્રના નિષ્ણાતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.