આ અકસ્માતમાં છ લોકોના કરૂણ મોત થયા છે, જ્યારે અન્ય આઠ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, તેમને આણંદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યારે અતિ ગંભીર ઇજાગ્રસ્ત્રોને વડોદરા ની સયાજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ આવવામાં આવ્યા છે. ઘટનાના પગલે વડોદરામાં રહેતા ઈજા ગ્રસ્તોના પરિજનો વડોદરા ની સયાજી હોસ્પિટલ ખાતે તેઓની મુલાકાત લેવા તેમજ સારવાર માં મદદ માટે આવી પહોંચ્યા હતા.
પ્રાપ્ત વિગત અનુસાર, વહેલી સવારે આણંદ નજીક અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 6 લોકોના મોત થયા છે. જ્યારે 8 લોકોને ઈજા પહોંચી છે. હજુ પણ મૃત્યુંઆક વધવાની સંભાવના છે.આ અંગે મળતી માહિતી પ્રમાણે ટ્રકનું ટાયર ફાટતા સાઈડમાં ઉભેલી બસને ટ્રકે ટક્કર મારી હતી. જેથી બસ ડિવાઈડર પર બેસેલા લોકો પર ફરી વળી હતી.
આ ઘટનામાં 6 લોકો કચડાઈ જતા તેમના મોત થયા છે. જ્યારે અન્ય 8 લોકોને ઈજા પહોંચી છે. અકસ્માતની જાણ થતાં બનાવ સ્થળે સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ તેમજ 108ની ટીમ પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. મૃતકો રાજસ્થાનના હોવાનું જાણવા મળી રહ્યો છે આ તરફ ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોતની પર જ હતા જ્યારે અન્ય ત્રણ લોકોના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા