Gujarat

સુરતમાં ભાજપના વોર્ડ પ્રમુખે કાયદો હાથમાં લીધો,વોર્ડ પ્રમુખજાહેર રોડ પર ફટાકડા ફોડી જન્મદિવસની ઉજણી કરી.

Published

on

સુરત ભાજપના વધુ એક નેતાનો તમાશો,વોર્ડ પ્રમુખ પ્રકાશ ખેરનારે જાહેર રોડ પર ફટાકડા ફોડી જન્મદિવસની ઉજણી કરી,સુરતમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે

  • પોલીસે આ કેસમાં હજી કોઈ ગુનો નોંધ્યો નથી,કેમ જાહેરભંગ કાયદો જનતા માટેં જ?
  • જે વિસ્તારમાં આ જન્મદિવસની ઉજવણી કરી તે વિસ્તારની પોલીસ પેટ્રોલિંગમાં હતી કે પછી જાણ હોવા છત્તા પણ કાર્યવાહી નથી કરી..
  • પોલીસ આ ભાજપના નેતાને કાયદાનો પાઠ ભણાવે તે જરૂરી બન્યું છે. પોલીસનું જાહેરનામું આ વોર્ડ પ્રમુખ સાહેબને ખબર નથી કે શું ?

રાજ્યમાં સુરતમાં ભાજપના વોર્ડ પ્રમુખે કાયદો હાથમાં લીધો છે, ભાજપ વોર્ડ પ્રમુખ પ્રકાશ ખેરનારે જાહેરમાં કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી છે અને પોલીસ આ મામલે કેમ હજી ચૂપ છે તે સમજાતું નથી, પોલીસે હજી પ્રકાશ સામે ગુનો નોંધ્યો નથી.

જ્યારે સુરતમાં ભાજપ નેતાએ જાહેરમાં કેક કાપી ઉજવણી કરી હોવાની વાત સામે આવી છે, વોર્ડના પ્રમુખે જાહેરમાં કેક કાપી જન્મદિવસ ઉજવ્યો છે, સુરતના વોર્ડ 24ના પ્રમુખ પ્રકાશ ખેરનાર આવ્યા વિવાદમાં અને જાહેર માર્ગ પર જન્મદિવસ ઉજવી નિયમો નેવે મૂક્યા છે, કાર્યકરો સાથે ફટાકડા ફોડી જન્મદિવસ ઉજવ્યો છે, જન્મદિવસની ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

જેમાં સુરતનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં ભાજપ નેતા જાહેરમાં કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી રહ્યાં છે અને રોડ પર ફટાકડા પણ ફોડીને પોલીસને ચેલેન્જ આપી છે, મિત્રો અને ભાજપના કાર્યકર્તાઓ સાથે આ જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હોવાની વાત સામે આવી છે, ત્યારે પોલીસે આ કેસમાં હજી કોઈ ગુનો નોંધ્યો નથી, જો અન્ય કોઈએ આવી રીતે જન્મદિવસની ઉજવણી કરી હોય તો પોલીસ તરત ગુનો નોંધે છે અને ધરપકડ કરે છે, ભાજપના નેતા છે માટે ગુનો નથી નોંધાયો ?

આ જે પણ વિસ્તારમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી તે વિસ્તારની પોલીસ પેટ્રોલિંગમાં હતી કે પછી જાણ હોવા છત્તા પણ કાર્યવાહી નથી કરી તેને લઈ લોકમુખે ચર્ચા થઈ રહી છે, પોલીસ નેતા હોય કે સામાન્ય માણસ હોય આવી રીતે જન્મદિવસની ઉજવણી કરવી અને રોડને બ્લોક કરી દેવો તે કેટલું યોગ્ય કહેવાય ! પોલીસ આ ભાજપના નેતાને કાયદાનો પાઠ ભણાવે તે જરૂરી બન્યું છે. પોલીસનું જાહેરનામું આ વોર્ડ પ્રમુખ સાહેબને ખબર નથી કે શું ! અને જો વોર્ડ પ્રમુખને પોલીસના જાહેરનામાનું જ્ઞાન છે તો પછી શું કામ આવી રીતે જન્મદિવસની ઉજવણી કરી તે પણ એક સવાલ છે.

Trending

Exit mobile version