ઉત્તર ગુજરાત તરફ સિસ્ટમ આગળ વધી રહી છે તેમાં ડીસાથી એકદમ નજીકમાં વરસાદી સિસ્ટમ સ્થિર થઈ.
રાજ્યમાં છેલ્લા 6 કલાકમાં 201 તાલુકામાં વરસાદ પડ્યો
રાજ્ય માં 11 જેટલા તાલુકામાં 2 ઇંચ વરસાદ પડતાં પાણી-પાણી થયુ
રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ 102.89 ટકા વરસાદ થયો છે.
જ્યારે પૂર્વ રાજસ્થાનમાં ડિપ્રેશન સર્જાતા વરસાદનું એલર્ટ છે. જેમાં આગામી 72 કલાક સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 15 કિમી ઝડપે દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ તરફ વધી રહ્યું છે. જેમાં ઉત્તર ગુજરાત તરફ સિસ્ટમ આગળ વધી રહી છે. તેમાં ડીસાથી એકદમ નજીકમાં વરસાદી સિસ્ટમ સ્થિર થઈ છે. તેમજ રાધનપુરથી 70 કિમી, ભુજથી 270 કિમી દૂર સ્થિત છે.
ગુજરાતમાં છેલ્લા 6 કલાકમાં 201 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં બનાસકાંઠાના સુઈગામમાં 5.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. વલસાડ અને દેહગામમાં 6 કલાકમાં 3.5 ઇંચ વરસાદ તથા વાવ, ખેરગામ, ડોલવણ, ઉમરગામમાં 3 ઇંચ વરસાદ તથા વાઘાઈ, કપરાડા, દાંતા, પારડીમાં 2.5 ઇંચ વરસાદ છે.
જ્યારે વલસાડ, દાદરા નગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ તથા સમગ્ર સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયુ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ઓરેન્જ એલર્ટ સાથે સુરત, તાપી, ડાંગ, નવસારીમાં પણ ઓરેન્જ એલર્ટ તથા મધ્ય ગુજરાત, નર્મદા, ભરૂચમાં વરસાદનું યલો એલર્ટ છે. જેમાં 41થી 61 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
ગુજરાત રાજ્ય પર મેઘરાજા મનમૂકી વરસી રહ્યા છે.
Advertisement
જેમાં રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ 102.89 ટકા વરસાદ થયો છે.
સૌથી વધુ દક્ષિણ રીજીયનમાં 107.99 ટકા વરસાદ તથા પૂર્વ.
મધ્ય ગુજરાત રીજીયનમાં 107.34 ટકા વરસાદ.
ઉત્તર ગુજરાત રીજીયનમાં 106.50 ટકા વરસાદ થયો છે.
તેમજ સૌરાષ્ટ્ર રીજીયનમાં 91.29 ટકા વરસાદ ખાબક્યો છે.