Gujarat

ગુજરાત હાઈકોર્ટ : બોમ્બથી ઉડાવી દેવાની ધમકિ ચોથી વાર મળતાં, પોલીસ તંત્રમાં દોડધામ

Published

on

જાણવા મુજબ માહિતી અનુસાર ત્રણ મહિનાના સમયગાળામાં આ ચોથી વખત છે.

  • આ માહિતી સામે આવતા જ પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
  • ઈમેલ દ્વારા આ રીતે ધમકી આપવામાં આવી.

ગુજરાત હાઈકોર્ટને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ માહિતી સામે આવતા જ પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ વખતે પણ કોઈ અજાણી વ્યક્તિએ ધમકીભર્યો ઇમેલ મોકલ્યો હતો. પોલીસનો કાફલો તરત જ હાઈકોર્ટ ધસી આવ્યો હતો. 

જાણવા મુજબ માહિતી અનુસાર ત્રણ મહિનાના સમયગાળામાં આ ચોથી વખત છે જ્યારે ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. તેમ છતાં આ ધમકી બાદ પણ હાઈકોર્ટમાં કામગીરી તો નિયમિત રીતે ચાલતી રહી હતી. છેલ્લે ઓગસ્ટમાં ઈમેલ દ્વારા આ રીતે ધમકી આપવામાં આવી હતી.

Trending

Exit mobile version