ગોપાલ ઈટાલિયાની સક્રિયતાને કારણે આમ આદમી પાર્ટી જલ્દી જ કોંગ્રેસને ગુજરાતમાં રિપ્લેસ કરી શકે તેવી સક્ષમ બનશે ખરી તે તો સમય અને રાજકારણનો પવન બચાવશે.
- ગોપાલ ઈટાલિયાને કારણે મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.
- જય જવાહર ચાવડા બોલાવીને ગોપાલ ઈટાલિયા એમના જ ટેકેદારોને આમ આદમી પાર્ટીમાં લઈ જઈ રહ્યા છે.
- યુવા ભાજપ આગેવાન અંકિત કોદાવલા પોતાના 450 થી પણ વઘારે કાર્યકર્તાઓ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા.
ગુજરાતમાં આમ આદમી પાર્ટી ગોપાલ ઈટાલિયાની જીતથી સજીવન થઈ છે. આ કારણે લોકોનો ભરોસો પાર્ટી તરફ વધ્યો છે. ગોપાલ ઈટાલિયાની સક્રિયતાને કારણે આમ આદમી પાર્ટી જલ્દી જ કોંગ્રેસને ગુજરાતમાં રિપ્લેસ કરી શકે તેવી સક્ષમ બનશે ખરી તે તો સમય અને રાજકારણનો પવન બચાવશે. પરંતુ હાલ ગોપાલ ઈટાલિયાને કારણે મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આવામાં જવાહર ચાવડાના ટેકેદારો જ આપમાં જોડાતા ખળભળાટ મચી ગયો છે.
જ્યારે ભાજપના પૂર્વ મંત્રી અને હાલ હાંસિયામાં ધકેલાઈ ગયેલા જવાહર ચાવડાના ખાસ ટેકેદાર અને જિલ્લા પંચાયતના પ્રભારી રમેશ કોદાવલા અને જિલ્લા યુવા ભાજપ આગેવાન અંકિત કોદાવલા પોતાના 450 થી પણ વઘારે કાર્યકર્તાઓ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આપના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાના હસ્તે ખેસ ધારણ કરીે આમ આદમી પાર્ટીમાં પ્રવેશ કર્યો. પ્રદેશ ભાજપાના કારોબારી સભ્ય અને સમસ્ત સગર સમાજના પ્રમુખે ભાજપ છોડતા પ્રદેશ ભાજપમા ભડકો થયો છે.
જ્યારે ગઈ કાલે માળિયા મુકામે યોજાયેલ આમ આદમી પાર્ટીની સભામાં પૂર્વ મંત્રી જવાહર ચાવડાના ટેકેદાર અને પ્રદેશ ભાજપના આગેવાન રમેશ કોદાવલા, યુવા આગેવાન અંકિત કોદાવલા, તાલુકા ભાજપના મહામંત્રી કમલેશ કોદાવલા, ઉપપ્રમુખ ભીમશીભાઈ રામ, કાલિમ્ભડાના પૂર્વ સરપંચ અને દલિત સમાજના આગેવાન પ્રમજીભાઇ, વાંદરવડના પૂર્વ સરપંચ અને ક્ષત્રિય સમાજના આગેવાન રામભાઈ બાબરિયા, સરકડિયાના પૂર્વ સરપંચ ઉમેશ પટેલ, લાડુડીના પૂર્વ સરપંચ ભાયાભાઈ કોળી, દેવગામના પૂર્વ સરપંચ દિનેશભાઈ પોલા, લાડુડીના પૂર્વ સરપંચ અંજાભાઈ ભગાભાઈ સહિત 450 થી વધારે ભાજપના કાર્યકર્તાઓનું સ્વાગત ગોપાલ ઈટાલિયાએ કર્યું.
આ પ્રસંગે ગોપાલ ઈટાલિયાએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, માળીયા ગામ ખાતે જનસભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ખુબ વિશાળ સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહીને આમ આદમી પાર્ટીને સહકાર આપવાનો સંકલ્પ કર્યો. આ જનસભા દરમ્યાન સગર સમાજના પ્રમુખ અને ભાજપના પ્રદેશ આગેવાન રમેશ કોદાવલા અને તેમના અનેક કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા
માણાવદરના રાજકારણમાં નવાજૂનીના ભણકારા વાગી રહ્યા છે. કારણ કે, હજી એક મહિના પહેલા જ માણવાવદરમાં જવાહર ચાવડાના ટેકેદાર જીવાભાઈ મારડિયા આપમાં જોડાયા હતા. ત્યારે હવે અન્ય ટેકેદારો સાથેનો આખો સંઘ ગોપાલ ઈટાલિયા સાથે ગયો છે. ત્યારે હવે ભવિષ્યમાં જવાહર ચાવડા ક્યારે આપના થાય તે જોવુ રહ્યું.