રાજ્યના શિક્ષણ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારના મૂળ કેટલા ઊંડા છે તે સ્પષ્ટ થાય છે.જ્યારે ‘ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચે છે પૈસા
યુવરાજસિંહ જાડેજા નો આક્ષેપ. અમદાવાદ ના દસક્રોઈ PTC કોલેજમાં એડમિશનના નામે ભ્રષ્ટાચાર.
PTC સંસ્થામાં એડમિશન આપવાના નામે વિદ્યાર્થીઓ પાસેથી અંદાજે ₹2 લાખ સુધીની માતબર રકમની માંગણી કરવામાં આવે છે.
ટ્રસ્ટી વર્મા નામના વ્યક્તિએ એવો પણ દાવો કર્યો છે કે, “એક લાખ રૂપિયા તો સીધા શિક્ષણ સચિવ મુકેશ કુમાર સુધી પહોંચે..
લોકમાન્ય B.Ed. કોલેજ, શિવરંજનીના ગૌરાંગ પરમાર સુધી પણ રકમ પહોંચતી હોવાનો આક્ષેપટ્રસ્ટી વર્મા કર્યાં
રાજ્યની PTC કોલેજમાં એડમિશન માટે ચાલતા ભ્રષ્ટાચારનો વિધાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા નો આક્ષેપ. અમદાવાદ ના દસક્રોઈ PTC કોલેજમાં એડમિશનના નામે ભ્રષ્ટાચાર. 2 લાખ રૂપિયામાં PTC એડમિશનની સીટોનો વેપલો ચાલતો હોવાનો આક્ષેપ. અમદાવાદના દસક્રોઈની કુશાગ્ર લતાબા સ્ત્રી મંદિર PTC કોલેજ સામે આક્ષેપ
રાજ્યની PTC કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયાને લઈને ગંભીર ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાનો સનસનીખેજ આક્ષેપ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ કર્યો છે. તેમણે ખાસ કરીને અમદાવાદની દસક્રોઈ વિસ્તારમાં આવેલી એક કોલેજને નિશાન બનાવીને આ ‘સીટ વેચાણ’નો પર્દાફાશ કરવાનો દાવો કર્યો છે.
વિડિઓ માં યુવરાજસિંહ જાડેજાના કહ્યા પ્રમાણે, અમદાવાદની દસક્રોઈ સ્થિત કુશાગ્ર લતાબા સ્ત્રી મંદિર PTC કોલેજ સામે સીધા આક્ષેપો મૂકવામાં આવ્યા છે. આ PTC સંસ્થામાં એડમિશન આપવાના નામે વિદ્યાર્થીઓ પાસેથી અંદાજે ₹2 લાખ સુધીની માતબર રકમની માંગણી કરવામાં આવી રહી છે. આ કૌભાંડમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે કોલેજના ટ્રસ્ટીઓ દ્વારા ખુલ્લેઆમ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ લાંચની રકમ છેક શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચે છે. ટ્રસ્ટી વર્મા નામના વ્યક્તિએ એવો પણ દાવો કર્યો છે કે, “એક લાખ રૂપિયા તો સીધા શિક્ષણ સચિવ મુકેશ કુમાર સુધી પહોંચે છે.” આ ઉપરાંત, લોકમાન્ય B.Ed. કોલેજ, શિવરંજનીના ગૌરાંગ પરમાર સુધી પણ રકમ પહોંચતી હોવાનો આક્ષેપ આ ટ્રસ્ટી દ્વારા કરવામાં આવ્યો છે. જો આ આક્ષેપો સાચા સાબિત થાય, તો રાજ્યના શિક્ષણ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારના મૂળ કેટલા ઊંડા છે તે સ્પષ્ટ થાય છે.
જ્યારે મસમોટા ભ્રષ્ટાચારના આક્ષેપોની સાથે-સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે ઉત્તર બુનિયાદી વિદ્યાર્થીઓને PTCમાં એડમિશન ન મળી શકે તેવો “તુઘલખી નિર્ણય” લેવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કર્યો છે. જાડેજાએ સવાલ ઉઠાવ્યો છે કે, પહેલા વિદ્યાર્થીઓને એડમિશન આપી દેવામાં આવે છે અને પછી અંતિમ સમયે ઉત્તર બુનિયાદીનું બહાનું કાઢીને તેમને પ્રવેશથી વંચિત કરવામાં આવે છે. તેમણે સ્પષ્ટપણે પૂછ્યું છે કે, જો નિયમો બધા માટે સરખા છે, તો માત્ર ઉત્તર બુનિયાદીમાંથી આવેલા વિદ્યાર્થીઓને જ શા માટે અન્યાય કરવામાં આવી રહ્યો છે?આ સંપૂર્ણ મામલો હવે રાજ્યના શિક્ષણ જગતમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. સત્તાવાળાઓ આ આક્ષેપોની ગંભીરતાથી નોંધ લઈને નિષ્પક્ષ તપાસ કરાવે છે કે કેમ, તે જોવું રહ્યું.