જો,વાવાઝોડું યુ-ટર્ન લઈને ગુજરાત આવશે તો ચિંતાનો વિષય બની શકે છે. અંબાલાલ પટેલની “શકિત”છે જેમાં તેમનું અનુમાન છે
- 6 થી 8 ઓકટોબર સુધી વરસાદની આગાહી કરવામાં આવી
- 8 ઓકટોબર સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી : અંબાલાલ પટેલ
- 18 થી 30 ઓક્ટોબર દરમિયાન લો પ્રેશર બની શકે છે અને દિવાળીના દિવસે વાદળછાયા વાતાવરણ સાથે પવન ફૂંકાશે.
જૂના અને જાણીતા ગુજરાતના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવું છે કે, રાજ્યમાં 3 દિવસ વરસાદની આગાહી રહેશે અને 6 થી 8 ઓકટોબર સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે, શક્તિ વાવાઝોડું ઓમાનથી ગુજરાત તરફ આવી શકે છે અને વાવાઝોડાની અસર ગુજરાતમાં ઓછી થશે. શકિત વાવાઝોડું સૌરાષ્ટ્ર તરફ આવતા વાવાઝોડાની ગતિ મંદ પડી શકે છે.
અંબાલાલ પટેલ : દ્વારકા, પોરબંદર, જામનગર, કચ્છ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, મહેસાણા, પાટણમાં વરસાદ પડી શકે છે, અને અમદાવાદ, ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, 18 થી 30 ઓક્ટોબર દરમિયાન લો પ્રેશર બની શકે છે અને દિવાળીના દિવસે વાદળછાયા વાતાવરણ સાથે પવન ફૂંકાશે, બેસતા વર્ષના દિવસે વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને નવેમ્બરની શરૂઆતમાં ગુજરાતમાં માવઠું થઈ શકે છે.
પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ પડી શકે છે, જામનગર, પોરબંદર, દ્વારકા, સુરત, વલસાડ, નવસારીમાં અતિભારે વરસાદ પડી શકે છે અને ચક્રવાતની અસર ગુજરાત સહિત મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં પણ જોવા મળી શકે છે, માછીમારો 10 ઓકટોબર સુધી દરિયો ના ખેડે તેવી પણ સૂચના આપવામાં આવી છે, દરિયામાં કરંટ જોવા મળશે અને મોજા ઉછળશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે, 10 ઓકટોબર પછી વરસાદ ધીરે ધીરે વિદાય લેશે.
અંબાલાલ પટેલ: મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠામાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે, તે સિવાય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે તેમજ પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે, અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે, સાથે સાથે ભારે વરસાદના કારણે તાપી, નર્મદા અને સાબરમતી નદીમાં જળસ્તર વધશે અને ખેડૂતો વરસાદમાં વાવેતર કરશે તો તેમને પણ પાક સારો મળી શકશે