Gujarat

દાહોદમાં 11.6°C, ગુજરાતમાં સૌથી ઓછું તાપમાન; અમદાવાદમાં 15°C નોંધાયું

Published

on

ઉત્તર ભારતની હિમવર્ષાનો પ્રભાવ ગુજરાતમાં: દાહોદ 11.6 ડિગ્રી સાથે સૌથી ઠંડું, અમદાવાદમાં પણ શિયાળો ચડ્યો મિજાજમાં

  • દાહોદ 11.6 ડિગ્રી સાથે સમગ્ર રાજ્યનું સૌથી ઠંડું મથક બન્યું.
  • નલિયા અને ગાંધીનગરમાં 14 ડિગ્રી નોંધાતા બીજા ક્રમે રહ્યા.
  • વડોદરા, રાજકોટ, અમરેલી, ડીસા સહિત કુલ 8 શહેરોમાં પારો 16 ડિગ્રીથી નીચે ગયો.

ઉત્તર ભારતમાંથી વંટોળાયેલા ઠંડા પવનના કારણે હવે ગુજરાતમાં પણ શિયાળો ચડતી મજલ પર છે. રાજ્યભરમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થવાને કારણે ઠંડીનો ચમકારો અનુભવો મળી રહ્યો છે. ખાસ કરીને રાત્રિના તાપમાનમાં નોંધપાત્ર ગડતરની નોંધ થઈ છે.

હવામાન વિભાગના અનુસાર, સોમવારે રાત્રે દાહોદમાં 11.6 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું, જે રાજ્યનું સૌથી ઠંડું મથક રહ્યું. કચ્છના નલિયા અને ગાંધીનગરમાં 14 ડિગ્રી નોંધાતા રાજ્યના બીજા સૌથી ઠંડા વિસ્તારો રહ્યા.અમદાવાદમાં પણ શિયાળો ધીમે ધીમે અસલ મિજાજ બતાવી રહ્યો છે.

શહેરમાં સળંગ બીજી રાત્રિએ લઘુતમ તાપમાન 15 ડિગ્રી નોંધાયું, જે સામાન્ય કરતાં 3.1 ડિગ્રી ઓછું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 12 નવેમ્બર બાદ પારો વધુ બે ડિગ્રી સુધી ગગડી શકે છે, જેના કારણે ઠંડીનું પ્રમાણ વધી શકે છે. નોંધનીય છે કે શહેરમાં છેલ્લા 15 વર્ષમાં નવેમ્બરમાં સૌથી નીચું તાપમાન 29 નવેમ્બર, 2012ના રોજ 11.3 ડિગ્રી નોંધાયું હતું.

કચ્છ જિલ્લામાં છેલ્લા ત્રણ–ચાર દિવસથી વાતાવરણમાં ઠંડાપણું વધ્યું છે. અંજાર અને ગાંધીધામ વિસ્તારમાં રાત્રિથી વહેલી સવાર સુધી ગુલાબી ઠંડીનો અનુભવ થયો હતો, જ્યારે ભુજમાં પારો 17.8 ડિગ્રી સુધી ઉતર્યો હતો.

દાહોદ, ગાંધીનગર અને નલિયા સિવાય રાજ્યના વડોદરા, રાજકોટ, અમરેલી અને ડીસા સહિત કુલ 8 શહેરોમાં લઘુતમ તાપમાન 16 ડિગ્રીથી નીચે નોંધાયું છે. આગામી ત્રણ દિવસ ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેશે અને ઠંડીની તીવ્રતા વધુ વધવાની સંભાવના છે, એવી હવામાન વિભાગની આગાહી છે.

Trending

Exit mobile version