અગાઉ સાંસદ મનસુખ વસાવાએ ભાજપના (BJP) ધારાસભ્ય ડો.દર્શના દેશમુખ પર ચૈતર વસાવાને સપોર્ટ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો.
- દર્શનાબેન દેશમુખ ભાજપના ધારાસભ્ય છે : ચૈતર વસાવા.દર્શનાબેને મને કોઈ મદદ કરી હોય એવું કઈ બન્યું જ નથી.
- સંકલનમાં અમે લોકોનાં પ્રશ્ન માટે વાત કરતા હોઈએ છીએ
- ઘણીવાર મનસુખભાઇ પણ મારા પ્રશ્ન માટે સમર્થન કરે છે
હાલ નર્મદા જિલ્લામાં વાર-પટલવારની રાજનીતિ સાતમાં આસમાને પહોંચી છે. સાંસદ મનસુખ વસાવાના આક્ષેપો સામે હવે MLA ચૈતર વસાવાએ પ્રતિક્રિયા આપી છે. ચૈતર વસાવાએ સાંસદ મનસુખ વસાવાના આક્ષેપોને ફગાવ્યા છે અને કહ્યું કે, દર્શનાબેન દેશમુખ ભાજપના ધારાસભ્ય છે. દર્શનાબેને મને કોઈ મદદ કરી હોય એવું કઈ બન્યું જ નથી. પોલિટિકલ રીતે મને સપોર્ટ કરે છે વાત પણ પાયાવિહોણી છે. અગાઉ સાંસદ મનસુખ વસાવાએ ભાજપના (BJP) ધારાસભ્ય ડો.દર્શના દેશમુખ પર ચૈતર વસાવાને સપોર્ટ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો.
જ્યારે સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવાની પદયાત્રાને એક નાટક ગણાવ્યું હતું અને સાથે જ ભાજપનાં જ MLA ડો.દર્શના દેશમુખ પર ચૈતર વસાવાને સપોર્ટ કરવાનો ગંભીર આરોપ પણ લગાવ્યો હતો. મનસુખ વસાવાએ કહ્યું હતું કે, દર્શનાબેન ચૈતર વસાવાને ભાજપમાં લાવવાનો પ્રયાસ કરે છે. પહેલા ઘનશ્યામ પટેલ, દુધધારા ડેરીનાં ડિરેક્ટર પ્રકાશ દેસાઈ અને ઝઘડિયાનાં ધારાસભ્ય રિતેશ વસાવાએ ચૈતર વસાવાને ભાજપમાં લાવવાનાં પ્રયત્નો કર્યા હતા અને હવે ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ ચૈતર વસાવાને ભાજપમાં લાવવાનાં પ્રયત્નો કરી રહ્યા છે.