વર્ષ 2025 – 26 માં પ્રથમ સત્રમાં 11 થી 20 સપ્ટેમ્બર સુધીમાં એકમ કસોટી લેવાશે. બીજા સત્રમાં 22 થી લઇને 31 ડિસેમ્બરે ત્રિમાસિક કસોટી લેવાશે, તેમ જાણવા મળી રહ્યું છે
- સત્ર દીઠ એક જ કસોટી લેવાશે.
- દરેક વિષયની 25 – 25 માર્કસની ગણતરી પ્રમાણે મુલ્યાંકન કરાશે
- શાળાઓ પોતપોતાની રીતે સમયપત્રક બનાવી શકે તેવી છુટ અપાશે
ધો. 9 થી 12 સુધીમાં સત્ર દીઠ કસોટી અંગેના મોટા સમાચાર સામે આવ્યા છે. હાલ પ્રાપ્ત વિગતો અનુસાર, દરેક વિષયની 25-25 ગુણની એકમ કસોટી લેવાની જાહેરાત કરવામાં આવી છે.
મુલ્યાંકન સબબ એકમ કસોટીના વિકલ્પે ત્રિમાસિક કસોટી લેવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગેનું સમયપત્રક શાળા પોતે નક્કી કરી શકશે, તેવી છુટ આપવામાં આવી છે. શૈક્ષણિક વર્ષ 2025 – 26 માં સત્ર દીઠ એક જ કસોટી લેવાશે.
શૈક્ષણિક વર્ષ 2025 – 26 માટે ધો. 9 થી લઇને 12 સુધીમાં ઉચ્ચતર માધ્યમિક વર્ગોમાં સત્ર દીઠ એકમ કસોટીને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. આ વખતે દરેક વિષયની 25 – 25 ગુણની એકમ કસોટી લેવાશે. મુલ્યાંકન સબબ એકમ કસોટીના વિકલ્પે ત્રિમાસિક કસોટી લેવામાં આવનાર છે. શૈક્ષણિક વર્ષ 2025 – 26 માં સત્ર દીઠ એક જ કસોટી લેવાશે. વર્ષ 2025 – 26 માં પ્રથમ સત્રમાં 11 થી 20 સપ્ટેમ્બર સુધીમાં એકમ કસોટી લેવાશે. બીજા સત્રમાં 22 થી લઇને 31 ડિસેમ્બરે ત્રિમાસિક કસોટી લેવાશે, તેમ જાણવા મળી રહ્યું છે
કસોટી લેવા માટેનું સમયપત્રક શાળા પોતપતાની રીતે નક્કી કરી શકે, તેવી વિશેષ છુટ આપવામાં આવનાર છે. એકમ કસોટીમાંનવી મુલ્યાંકન પદ્ધતિ વધારે કારગર અને અસરકારક નીવડે તેવું માનવામાં આવી રહ્યું છે.