Gujarat

આણંદ: બાળકી હત્યા કેસમાં આરોપીએ દુષ્કર્મ ગુજાર્યાની કરી કબૂલાત

Published

on

  • આરોપીએ દુષ્કર્મની કરી કબૂલાત
  • દુષ્કર્મ બાદ બાળકીનું ગળું દબાવી તેની હત્યા કરી

આણંદના આંકલાવમાંથી શનિવારે (31 ઓગસ્ટ) તાંત્રિક વિધિ માટે પાંચ વર્ષની બાળકીનું અપહરણ બાદ હત્યા નિપજાવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જોકે, હવે આ મામલે નવો વળાકં સામે આવ્યો છે. જેમાં આરોપીએ ખુદ સ્વીકાર્યું છે કે, તેણે બાળકી સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરી દીધી હતી. 

આણંદ જિલ્લાના નવાલખ ગામમાં 5 વર્ષની માસૂમ દીકરીની હત્યાના ગાંભીર મામલે આરોપી અજય પઢિયારે દુષ્કર્મની કબૂલાત કરી છે. તેણે સ્વીકાર્યું કે, દુષ્કર્મ બાદ બાળકીનું ગળું દબાવી તેની હત્યા કરી મૃતદેહને મીની નદીમાં ફેંકી દેવામાં આવ્યો હતો. આરોપીની કબૂલાત બાદ આંકલાવ પોલીસે POCSO હેઠળ દુષ્કર્મ અને હત્યાનો ગુનો દાખલ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. 

Advertisement

આંકલાવ તાલુકાની પાંચ વર્ષની બાળકી શનિવારે (30 ઓગસ્ટ) મંદિરે જવાનું કહીને ઘરેથી નીકળી હતી. જોકે, ઘણા સમય બાદ પણ બાળકી ઘરે ન આવતા પરિવારે મંદિર અને તેની આસપાસના વિસ્તારોમાં શોધખોળ કરી હતી. પરંતુ ક્યાંય મળી ન આવતા પરિવારે અંતે આંકલાવ પોલીસમાં જાણ કરી હતી. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં પહેલા તાંત્રિક વિધિ કરાઈ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જેને લઈને પોલીસને બાળકીના સંબંધી અજય પઢિયાર પર શંકા જતાં તેની પૂછપરછ કરી હતી. જેમાં અજયે જણાવ્યું હતું કે, ‘હું તાંત્રિક વિધિ માટે ભુવા પાસે ગયો હતો. જેમાં ભુવાએ તાંત્રિક વિધિ કરવા માટે બાળકીની બલિ આપવાનું કહ્યું હતું.’ જોકે, બાદમાં તેણે બાળકી સાથે દુષ્કર્મ કર્યો હોવાની પણ કબૂલાત કરી હતી.

Advertisement

Trending

Exit mobile version