Gujarat

અમદાવાદ પોલીસને ખુલ્લો પડકાર, રસ્તા પર ડાન્સ પાર્ટી અને બીભત્સ હરકતોનો એક ચોંકાવનારો કિસ્સો

Published

on

આ વીડિયોમાં કેટલાક યુવકો જાહેરમાં રસ્તા પર ડાન્સ કરી રહ્યા છે, જેમાં તેમની સાથે એક યુવતી પણ બીભત્સ ડાન્સ કરતી જોવા મળે છે.

  • આ ઘટના સરદારનગરના કુબેરનગર વિસ્તારની હોવાની પ્રાથમિક માહિતી મળી છે.
  • કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઊભા થયા છે અને અમદાવાદ પોલીસને ખુલ્લો પડકાર ફેંકવામાં આવી રહ્યો હોય એવું લાગી રહ્યું છે.
  • વીડિયો ઈન્સ્ટાગ્રામ પર મુકેશ મકવાણા નામના એકાઉન્ટ દ્વારા અપલોડ કરવામાં આવ્યો હતો.

ગરવી ગુજરાતનું નામ લજાવતો કિસ્સો અમદાવાદમાં જાહેરમાં રસ્તા પર ડાન્સ પાર્ટી અને બીભત્સ હરકતોનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, જેનાથી કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઊભા થયા છે અને અમદાવાદ પોલીસને ખુલ્લો પડકાર ફેંકવામાં આવી રહ્યો હોય એવું લાગી રહ્યું છે. આ ઘટના સરદારનગરના કુબેરનગર વિસ્તારની હોવાની પ્રાથમિક માહિતી મળી છે.

જાણવા મળ્યા મુજબ આ વીડિયોમાં કેટલાક યુવકો જાહેરમાં રસ્તા પર ડાન્સ કરી રહ્યા છે, જેમાં તેમની સાથે એક યુવતી પણ બીભત્સ ડાન્સ કરતી જોવા મળે છે. જાણે મુંબઈના બારની જેમ અમદાવાદના રસ્તા પર આ ડાન્સ પાર્ટીનું આયોજન થયું હોય તેવું દ્રશ્ય સર્જાયું હતું.

જ્યારે મુકેશ મકવાણા નામના વ્યક્તિએ પોતાના જન્મદિવસની ઉજવણી માટે આ પાર્ટી રાખી હોવાનું કહેવાય રહ્યું છે. વીડિયોમાં ગોલ્ડના દાગીના પહેરેલો મુકેશ મકવાણા ડાન્સ કરી રહ્યો છે. એટલું જ નહીં, ડાન્સ દરમિયાન મુકેશ અને યુવતી જાહેરમાં બીભત્સ ચેનચાળા અને હરકતો કરતા જોવા મળી રહ્યા છે, જ્યારે અન્ય એક વ્યક્તિએ તેમના પર ચલણી નોટોનો વરસાદ કર્યો હતો. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર મુકેશ મકવાણા નામના એકાઉન્ટ દ્વારા અપલોડ કરવામાં આવ્યો હતો.

Trending

Exit mobile version