ભરૂચપાદરાથી ભરૂચ: દિલ્હી મુંબઇ એક્સપ્રેસ હાઇવે, દહેગામ ટોલનાકા, ભરૂચ ટોલનાકા.
ભરૂચ ખાતે આવેલ આવોધ-જંબુસર નેશનલ હાઇવે નં. ૬૪ પર ઢાઢર નદીના બ્રીજ ઉપર લોડ ટેસ્ટિંગ કામ માટે તા. ૨૨ થી ૨૪ નવેમ્બર ૨૦૨૫ સુધી વાહન વ્યવહાર સંપૂર્ણ રીતે બંધ રહેશે. આ ત્રણ દિવસ દરમિયાન બ્રીજ ઉપરથી હલકા તેમજ ભારે તમામ પ્રકારના વાહનો પસાર ન થવા દેવામાં આવશે. લોડ ટેસ્ટિંગનો હેતુ માર્ગ સલામતી જાળવવો અને ભવિષ્યમાં સંભવતા જોખમોને ટાળવાનો છે.
પોલીસ અધિક્ષકશ્રીએ આ નિયંત્રણ માટે હકારાત્મક અભિપ્રાય આપીને તંત્રને સહયોગ આપ્યો છે. વાહનચાલકો દ્વારા આ માર્ગોનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે જેથી વાહનવ્યવહાર સરળ અને સુરક્ષિત રીતે જલ્દી પુનઃપ્રારંભ થઈ શકે.
આ નિર્ણયથી સ્થાનિક વાહનચાલકો અને પેટ્રોલિંગ તંત્રને માર્ગ સલામતીમાં સહાય મળશે અને ભવિષ્યમાં બને તેવી મુશ્કેલીઓ ટળી શકે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે