Gujarat

55 ઈ-બસોથી એકતા નગરમાં પર્યાવરણ જાળવણી અને પ્રવાસી સુવિધાઓમાં વધારો

Published

on

વડાપ્રધાનના હસ્તે નવી 25 ઈ-બસોનું લોકાર્પણ થશે.હાલની 30 ઈ-બસો સાથે કુલ 55 ઈ-બસો પ્રવાસીઓ માટે મફત સેવા આપે છે.

  • દરેક ઈ-બસ 9 મીટર લાંબી મિનિ એસી મોડલ છે, જે એક વાર ચાર્જ બાદ 180 કિલોમીટર દોડી શકે છે.
  • દિવ્યાંગજનો માટે વિશેષ સુવિધાઓ અને બે ઇમર્જન્સી એક્ઝિટ બારીઓની સુવિધા છે.
  • 5 જૂન 2021ના વિશ્વ પર્યાવરણ દિવસે એકતા નગરને ભારતનું પ્રથમ ઈ-સિટી જાહેર કરવામાં આવ્યું હતું.

નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત એકતા નગર હવે વધુ સ્માર્ટ અને પર્યાવરણમિત્ર પ્રવાસન કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે 31 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવશે અને આ અવસરે પ્રવાસીઓની સુવિધા માટે નવી 25 ઈ-બસોનું લોકાર્પણ કરશે.

હાલમાં એકતા નગરમાં પહેલેથી 30 ઈ-બસો સેવા આપી રહી છે, જેથી હવે કુલ 55 ઈ-બસો પ્રવાસીઓને મફત મુસાફરીની સેવા પૂરી પાડશે. નવી ઉમેરાયેલી ઈ-બસો 9 મીટર લાંબી મિનિ એસી બસો છે, જે એક વખત ચાર્જ કર્યા બાદ 180 કિલોમીટર સુધી દોડી શકે છે.દિવ્યાંગજનો અને મહિલાઓને અનુકૂળ બનાવવા માટે દરેક બસમાં વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે.

દિવ્યાંગજનો માટે સરળ પ્રવેશ અને સલામતી માટે બે ઇમર્જન્સી એક્ઝિટ બારીઓ સાથે ખાસ બેઠકો આપવામાં આવી છે, જ્યારે મહિલાઓ માટે અલગથી 4 પિન્ક બેઠકો રાખવામાં આવી છે.આ નવી સુવિધાઓ સાથે એકતા નગરમાં પ્રવાસ વધુ આરામદાયક, સુરક્ષિત અને હરિત બનશે. વડાપ્રધાન મોદીની આ પહેલથી એકતા નગર ટકાઉ વિકાસ અને સ્માર્ટ ટૂરિઝમનું એક આદર્શ મોડલ બની રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, 5 જૂન 2021ના વિશ્વ પર્યાવરણ દિવસના પ્રસંગે વડાપ્રધાન મોદીએ એકતા નગરને ભારતનું પ્રથમ ઈ-સિટી બનાવવાની જાહેરાત કરી હતી. ત્યારથી તબક્કાવાર રીતે અહીં ઈ-કાર, ઈ-રિક્ષા અને હવે કુલ 55 ઈ-બસો દ્વારા પરિવહનની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે, જે સમગ્ર દેશ માટે પર્યાવરણલક્ષી ઉદાહરણ બની રહી છે.

Trending

Exit mobile version