મનરેગા કૌભાંડની હજુ શાહી સુકાઈ નથી ત્યાં ‘નલ સે જલ’ યોજનામાં પણ ગેરરીતી-ગોટાળા થયા છે તેવુ ખુદ સ્વીકાર કરનાર આપડે લાવેલા સરકાર..
- ખેડા સહિત અન્ય છ જિલ્લામાં ‘નલ સે જલ’ યોજનામાં ભ્રષ્ટાચાર થયો.
- 91,18,415 ઘર સુધી નળમાં પાણી પહોચ્યું છે તેવો સરકારે દાવો કર્યો, હકીકતમાં પહોંચ્યું નથી.
- ચારેક જિલ્લામાં જ 96 કરોડનો ઘુમાડો કરાયો તેમ છતાંય હજુ સુધી લોકોને નળ વાટે શુદ્ધ પાણી મળી શક્યુ નથી.
રાજ્યમાં ‘નલ સે જલ’ યોજના થકી ઘરે-ઘરે નળના માધ્યમથી શુદ્ધ પીવાનું પાણી મળી ગયા તેવા વચન વાયદા કરવામાં આવી રહ્યાં છે પણ કડવી વાસ્તવિકતા એ છે કે, નળ તો લાગ્યાં છે પણ લોકો શુદ્ધ પાણીની વાટ જોઈ રહ્યાં છે. મનરેગા કૌભાંડની હજુ શાહી સુકાઈ નથી ત્યાં ‘નલ સે જલ’ યોજનામાં પણ ગેરરીતી-ગોટાળા થયા છે તેવુ ખુદ સરકારે સ્વીકાર્યુ છે. ખેડા સહિત અન્ય છ જિલ્લામાં ‘નલ સે જલ’ યોજનામાં ભ્રષ્ટાચાર આચરાયો છે જેની કુલ મળીને 18 ફરિયાદો નોંધાઈ છે.
જ્યારે ‘નલ સે જલ’ યોજનામાં ગુજરાતે સો ટકા સિદ્ધિ હાંસલ કરી છે. એટલુ જ નહીં, 91,18,415 ઘર સુધી નળમાં પાણી પહોચ્યું છે તેવો સરકારે દાવો કર્યો છે. પણ હકીકતમાં એવું થયું નથી. પછાત-આદિવાસી વિસ્તારોમાં નળ તો લગાડી દેવાયાં છે પણ હજુ શુદ્ધ પાણી પહોંચ્યું નથી. મનરેગા કૌભાંડે તો સરકારની આબરુ ઘૂળધાણી કરી છે ત્યારે હવે ‘નલ સે જલ’ યોજનામાં ભ્રષ્ટાચાર-ગેરરીતિ આચરાઇ હોવાની વાત બહાર આવી છે.
જ્યારે વિધાનસભામાં એવી વિગતો રજૂ કરવામાં આવી છે જે છે ખાલી વાતો..
વર્ષ 2022, વર્ષ 2023 અને વર્ષ 2024માં બનાસકાંઠામાં ‘નલ સે જલ’ યોજના પાછળ 54.76 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો છે.
ખેડામાં 26.05 કરોડ રૂપિયા, જૂનાગઢમાં 7 કરોડ રૂપિયા.
ગીર સોમનાથમાં 8.21 કરોડનો ખર્ચ કરાયો હતો.