રોબર્ટ કિયોસાકી એક જાણીતા રોકાણકાર, ઉદ્યોગસાહસિક અને નાણાકીય શિક્ષણના પ્રેરક છે.તેમણે 1971થી સોના માં રોકાણ શરૂ કર્યું અને હજુ પણ સોનું વેચવાનું નહીં, ખરીદવાનું કહે છે.
બિટકોઈન માટે 2026 માટે લક્ષ્યાંક $2,50,000 નક્કી કર્યો છે.
ચાંદી માટે $100 અને એથેરિયમ માટે $60 નો લક્ષ્યાંક આપ્યો છે.
કિયોસાકી બચત કરતા લોકો માટે ચેતવણી આપે છે કે તેઓ આર્થિક સંકટમાં નુકસાન કરી શકે છે.
વિખ્યાત રોકાણકાર, ઉદ્યોગસાહસિક અને ‘રિચ ડેડ પુઅર ડેડ’ પુસ્તકના લેખક રોબર્ટ કિયોસાકીએ ફરી એકવાર સોશિયલ મીડિયા પર રોકાણકારોને સખત ચેતવણી આપી છે. તેમની નવી પોસ્ટમાં તેમણે દાવો કર્યો છે કે વૈશ્વિક બજારમાં આવનારા સમયમાં મોટો ક્રેશ આવવાનો છે.
કિયોસાકીએ જણાવ્યું કે તેઓ 1971થી સોનું ખરીદતા આવ્યા છે અને આજે પણ તે વેચવાને બદલે વધુ ખરીદી કરી રહ્યા છે. તેમણે કહ્યું, “ક્રેશ આવી રહ્યો છે, પણ હું સોનું વેચી નહીં, ખરીદી રહ્યો છું.” તેમના મુજબ સોનાનો લક્ષ્યાંક ભાવ 27,000 ડોલર છે, જેની માહિતી તેમને તેમના મિત્ર જિમ રિકાર્ડ્સ પાસેથી મળી છે. તેમણે પોતાની પાસે સોનાની બે ખાણો હોવાની માહિતી પણ આપી.
રોબર્ટ કિયોસાકીએ બિટકોઈન માટે વર્ષ 2026 માટે 2,50,000 ડોલરનો નવા ઊંચાણનો લક્ષ્યાંક આપ્યો છે, જ્યારે ચાંદી માટે 100 ડોલર અને એથેરિયમ માટે 60 ડોલરનો ટાર્ગેટ જાહેર કર્યો છે.
તેમણે જણાવ્યું કે, અમેરિકન ટ્રેઝરી અને ફેડરલ રિઝર્વ પોતાના નિયમો તોડીને સતત નકલી પૈસા છાપે છે, જેનાથી દેશ પર દેવું વધી રહ્યું છે. કિયોસાકીના મતે, આ નીતિઓને કારણે અમેરિકા ઇતિહાસનો સૌથી મોટો દેવાદાર દેશ બની ગયું છે.
તેમણે ચેતવણી આપી કે આગામી સમય બચત કરનારા લોકો માટે જોખમી બની શકે છે અને રોકાણકારોએ ગોલ્ડ, સિલ્વર, બિટકોઈન અને એથેરિયમ જેવા એસેટ્સમાં રોકાણ વધારવું જોઈએ. કિયોસાકીનો દાવો છે કે, “આગળ ઘણાં બધી રકમ સિસ્ટમમાં આવશે, અને એ સમયે સાચા મૂલ્યવાળા એસેટ્સ ધરાવનાર જ જીતશે.”