દેશના ઈન્કમ ટેક્સ વિભાગે મોટું એક્શન શરૂ કર્યું છે. વિદેશમાં સંપત્તિ હોવા છતાં ITRમાં તેનો ખુલાસો ન કરનાર લગભગ 25,000 લોકોને SMS અને ઈમેઇલ મોકલવામાં આવ્યા છે.
આ ઓળખ ગ્લોબલ ડેટા શેરિંગ કરાર (AEOI) હેઠળ અન્ય દેશોથી મળેલી માહિતીના આધારે કરવામાં આવી છે. આ તમામ કેસોને ‘હાઈ-રિસ્ક’ કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે.
જો તમારું પણ વિદેશમાં એકાઉન્ટ કે પ્રોપર્ટી છે…
અને તમે તેને ITRમાં બતાવવા ચૂક્યા છો, તો તમને પણ આવી નોટિસ આવી શકે છે. વિભાગે સ્પષ્ટ કર્યું છે કે AEOI સિસ્ટમમાંથી મળેલા ડેટામાં ઘણા લોકોની વિદેશી સંપત્તિ જોવા મળે છે, જ્યારે ITRમાં તેનો કોઈ પત્તો નથી!
CBDTનું ‘Nudge Campaign’—પહેલું તબક્કું શરૂ
compliance સુધારવા માટે ‘Nudge’ નામનું ખાસ અભિયાન ચલાવી રહ્યું છે.
આ પહેલા તબક્કામાં ટેક્સપેયર્સને સલાહ આપવામાં આવી છે કે:
✔ 31 ડિસેમ્બર 2025 પહેલાં ITR સુધારી લો (Revised Return)
✔ આવું ન કરવાથી ભારે દંડ અને પેનલ્ટી થઈ શકે છે
—
બીજો તબક્કો ડિસેમ્બરથી—વધુ લોકોને આવશે મેસેજ
આ અભિયાન ડિસેમ્બરથી વધુ તેજ બનશે.
• મોટી કંપનીઓને પણ સંપર્ક કરાયો છે—જેથી તેમના એવા કર્મચારીઓની માહિતી મળી રહે જેઓ વિદેશી સંપત્તિ જાહેર નથી કરતા.
• ICAI અને અન્ય સંગઠનોને પણ જાગૃતિ લાવવા કહેવામાં આવ્યું છે.
વિદેશી સંપત્તિ ન જણાવવાનો દંડ કેટલો?
બ્લેક મની એક્ટ મુજબ:
- ₹10 લાખ સુધીનો દંડ
- 30% ટેક્સ
- ટેક્સની રકમ પર 300% વધારાની પેનલ્ટી
આ કાયદો ખાસ કરીને વિદેશમાં રાખવામાં આવેલી અઘોષિત કમાણી અને પ્રોપર્ટીને પકડી પાડવા માટે બનાવવામાં આવ્યો છે.
ગયા વર્ષે પણ મોટું ખુલાસું!
ગયા વર્ષના અભિયાનમાં:
• 24,678 ટેક્સપેયર્સએ પોતાનું ITR સુધાર્યું
• ₹29,208 કરોડની વિદેશી સંપત્તિનો ખુલાસો થયો
• ₹1,089 કરોડથી વધુની વિદેશી આવક જાહેર થઈ
આ વર્ષે એપ્રિલ–જૂન 2025 દરમિયાન:
➡ 1,080 કેસોમાં 40,000 કરોડની ટેક્સ ડિમાન્ડ ઊભી થઈ
➡ દિલ્હી, મુંબઈ, પુણેમાં દરોડા—સો કરોડોની છુપાયેલી વિદેશી રોકાણોનો પર્દાફાશ