જેમાં તમે જીએસટી લાગુ થયા પહેલાં અને લાગુ થયા બાદ ચીજોના ભાવની તુલના કરી શકશો.જેનાથી તમને આઈડિયા આવશે કે, કંઈ પ્રોડક્ટ કેટલી સસ્તી થઈ છે.
- જીએસટીના નવા દરોને અસરકારક રીતે લાગુ કરવા માટે એક પોર્ટલ પણ લોન્ચ કરવામાં આવ્યું
- જીએસટી સુધારા બાદ પ્રોડક્ટ્સના નવા રેટ, બિલિંગ અને મળી રહેલી છૂટ વિશે પોતાની ફરિયાદ નોંધાવી શકશો.
22 સપ્ટેમ્બર, 2025થી આસો નવરાત્રિના શુભારંભ સાથે દેશભરના લોકોને જીએસટીમાં ઘટાડાની મોટી રાહત મળશે. જેનાથી શેમ્પુ, સાબુ, બેબી પ્રોડક્ટ્સ, લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ જેવી રોજિંદા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સસ્તી બનશે. જીએસટીના નવા દરોને અસરકારક રીતે લાગુ કરવા માટે એક પોર્ટલ પણ લોન્ચ કરવામાં આવ્યું છે. જેમાં જીએસટી સંબંધિત ફરિયાદો નોંધાવી શકાશે. આ પોર્ટલ પર તમે જીએસટી સુધારા બાદ પ્રોડક્ટ્સના નવા રેટ, બિલિંગ અને મળી રહેલી છૂટ વિશે પોતાની ફરિયાદ નોંધાવી શકો છો.
આ હેલ્પ લાઇન પર complain કરી શકાય. https://consumerhelpline.gov.in ના ઈનગ્રામ પોર્ટલ પર એક અલગ કેટેગરી બનાવવામાં આવી છે. જેમાં નેક્સ્ટ જનરેશન જીએસટી અર્થાત જીએસટીમાં ઘટાડાનો લાભ ન મળે તો તમે જીએસટી સંબંધિત ફરિયાદો નોંધાવી શકો છો. તેમાં એક સબ કેટેગરી પણ છે. જેમાં ઓટોમોબાઈલ, બેન્કિંગ, એફએમસીજી, ઈ-કોમર્સ જેવા સેક્ટર્સ પણ કવર કરવામાં આવ્યા છે.
જ્યારે ઈન્ડસ્ટ્રી એક્સપર્ટ્સે જણાવ્યું હતું કે, ફરિયાદ સંબંધિત પોર્ટલ શરૂ થવાથી ગ્રાહકોને જાણવામાં મદદ મળશે કે, સામાનો પર જીએસટી રેટ કટનો ફાયદો મળી રહ્યો છે કે, નહીં. લોકો તેનુ પાલન કરી રહ્યા છે કે નહીં. તેનાથી રિટેલ સ્તરે ટેક્સ રિફોર્મ અસરકારક રીતે લાગુ થશે.
જ્યારે સરકારે વધુ એક પોર્ટલ પણ લોન્ચ કર્યું છે. જેમાં તમે જીએસટી લાગુ થયા પહેલાં અને લાગુ થયા બાદ ચીજોના ભાવની તુલના કરી શકશો.જેનાથી તમને આઈડિયા આવશે કે, કંઈ પ્રોડક્ટ કેટલી સસ્તી થઈ છે. તેના માટે તમારે સરકારની http:savingwithgst.in નો સંપર્ક સાધી શકો છો. જેમાં જુદા-જુદા પ્રકારની ચીજવસ્તુઓના કેટેગરી આધારિત ભાવ આપેલા છે.