દેશનો રિટેલ ફુગાવો રેકોર્ડ 0.25% સુધી ઘટ્યો, છતાં સામાન્ય માણસને રાહત નથી~ઓક્ટોબર 2025માં દેશમાં રિટેલ મોંઘવારીનો દર ઘટીને 0.25 ટકા રહ્યો છે — જે જાન્યુઆરી 2012થી અત્યાર સુધીનો સૌથી નીચો સ્તર છે. પરંતુ લોકોના ખિસ્સા પર તેનો ફાયદો દેખાતો નથી. આવો જાણીએ, આંકડા ઓછા હોવા છતાં વસ્તુઓ કેમ સસ્તી થઈ નથી
જુલાઈમાં ફુગાવો 1.55 ટકા પર આવી ગયો હતો, અને હવે ઓક્ટોબરમાં તે ફક્ત 0.25 ટકા રહ્યો છે. સરકારના મતે, ખાદ્યપદાર્થોના ભાવ અને GST દરમાં ઘટાડો આ માટે જવાબદાર છે. જોવચ્ચે “બેઝ ઇફેક્ટ” એટલે કે ગયા વર્ષે આ જ મહિને ઊંચા ફુગાવાના દરની સરખામણીએ આંકડો ઓછો દેખાયો છે.પરંતુ સામાન્ય માણસને રાહત કેમ નથી?
કારણ કે કિંમતો ઘટી નથી — ફક્ત વધારાની ગતિ ધીમી પડી છે. દાળ, તેલ અને મસાલા જેવી વસ્તુઓ હજી પણ મોંઘી છે. સાથે શિક્ષણ અને આરોગ્ય સેવાઓના વધતા ખર્ચથી લોકોના ખર્ચા વધી રહ્યાં છે.ઉપરાંત, આવકની વૃદ્ધિ મોંઘવારીની તુલનામાં ઓછી છે.
NSSOના આંકડા મુજબ રિયલ વેજ ગ્રોથ ફક્ત 1 થી 2 ટકા વચ્ચે છે, એટલે કે પગારમાં વધારો મોંઘવારી કવર કરવા પૂરતો નથી.આ ઉપરાંત, વધતી લાઈફસ્ટાઈલ ખર્ચાની ટેવો
— જેમ કે મોંઘા સ્માર્ટફોન, OTT સબ્સ્ક્રિપ્શન, બહાર જમવાનું, અને ક્રેડિટ કાર્ડ ખરીદી
— મધ્યમ વર્ગના બજેટ પર ભાર વધારી રહી છે. EMI, ભાડું અને લેટ ફીથી દેવાનો બોજ પણ વધી રહ્યો છે.ટિપ્સ સેગમેન્ટ:નાણાકીય સંતુલન જાળવવા માટે નિષ્ણાતો સલાહ આપે છે
—જરૂરિયાત પ્રમાણે ખરીદી કરો અને લોકલ વિકલ્પો પસંદ કરો.ક્રેડિટ કાર્ડનો ઉપયોગ મર્યાદિત રાખો અને બિલ સમયસર ભરો.બહાર ખાવાનું ઓછી કરો અને મોસમી શાકભાજીનો ઉપયોગ વધારો.જાહેર પરિવહન કે કારપૂલિંગથી ઇંધણ ખર્ચ બચાવો