Blog

પોરથી વડોદરા જાંબુઆ બ્રિજ પર લાંબો ટ્રાફિકજામ,વાહનચાલકો અટવાયા

Published

on

વડોદરામાં એક તરફ વરસાદે પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીના લીરેલીરા ઉડાવી દીધા છે. બીજી તરફ રસ્તાઓ ધોવાતા માર્ગો પર ખાડા રાજ ઉભું થયું છે. ત્યારે શનિવારે સવારે 9:15 કલાકની આસપાસ પોરથી વડોદરા જાંબુઆ બ્રિજ પર 5 કિમી લાંબો ટ્રાફિકજામ થયો હતો. જેના દ્રશ્યો વડોદરાના એક નાગરિકે પોતાની કારમાંથી મોબાઈલમાં કેદ કરી લીધા હતા.

Advertisement

કહેવાતી અને કાગળ પરની સ્માર્ટ સિટી વડોદરાની તંત્રના પાપે દુર્દશા થઈ છે. જ્યાં જુવો ત્યાં ખાડા-ખાડા તો કેટલાક વિસ્તારોમાં ગાબડા અને ભુવા નિર્માણ પામ્યા હતા. જ્યારે કેટલાક માર્ગો પર તો આખા રોડ પણ બેસી ગયા હોવાના કિસ્સા બન્યા હતા. ત્યારે હવે શહેર બાદ શહેરને જોડતા માર્ગની પણ બિસ્માર હાલત થઈ છે. જેના કારણે સવારે કામ ધંધે જઈ રહેલા અનેક લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે.

લાખો કરોડો રૂપિયા રોડ રસ્તા પાછળ ખર્ચ કરવામાં આવી રહ્યા હોવાના તંત્રના દાવા પોકળ સાબિત થયા છે. ત્યારે, શનિવારે વહેલી સવારથી પોર થી વડોદરા – જામ્બુવા બ્રિજ પર 5 કિમી ટ્રાફિક જામ થયો હતો. તંત્ર ના વાંકે અને ટ્રાફિક પોલીસની અણઆવડતના કારણે જામ્બુવા બ્રિજ પર દરરોજ ટ્રાફિક જામ થાય છે. જેના કારણે કિલોમિટર સુધીનો ટ્રાફિક જામ થાય છે.

Advertisement

આજે સવારે પણ આજ રીતે જામ્બુવા બ્રિજ પર પડેલા મોટા ખાડા ઓના કારણે આલમગીરથી જામ્બુવા બ્રિજ સુધી ટ્રાફિક જામ થયો હતો. જેના કારણે હજારો નાગરિકો ટ્રાફિકમાં ફસાયા હતા. જેના વીડિયો વડોદરાના એક નાગરિકે પોતાના મોબાઈલમાં ચાલુ કારમાંથી ઉતારી વાયરલ કર્યા હતા.

Advertisement

Trending

Exit mobile version