અંકલેશ્વર GIDCમાં લાકડાના બેલેટ બનાવતી પેકેજીંગ કંપનીમાં ભીષણ આગ ધુમાડાના ગોટેગોટા દુરદુર સુધી નજરે પડ્યા આગની ઝપેટમાં અન્ય બે કંપની પણ આવી
ઉધોગ નગરી તરીકે જાણીતા અંકલેશ્વર ખાતે GIDCમાં આવેલ પેકેજીંગ કંપનીમાં વહેલી સવારે એકાએક ભીષણ આગ ફાટી નીકળતા 10 કિમી સુધી ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં આસપાસમાં આવેલ અન્ય બે કંપનીઓ પણ આગની ઝપેટમાં આવી જતા અફરાતફરી મચી ગઈ હતી બનાવ અંગેની જાણ ફાયર વિભાગને થતા DPMC ના અંદાજીત 11 થી વધુ ફાયર ટેન્ડરો આગ પર કાબુ મેળવવાની કામગીરીમાં જોતરાઈ ગયા છે
અંકલેશ્વર GIDCમાં આવેલી લાકડાના બેલેટ બનાવતી જૈન પેકેજીંગ કંપનીમાં આજે વહેલી સવારે એકાએક અગમ્યકારણોસર આગ ફાટી નીકળી હતી અને આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા. કંપનીમાં અફરાતફરી મચી ગઈ હતી આગ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા પાનોલી,અંકલેશ્વર સહિતના ફાયર લાશ્કરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાનોલી ડીપીએમસી, અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ટેન્ડરો દ્વારા આગ સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા ના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે
લાકડાના બેલેટ બનાવતી જૈન પેકેજીંગ કંપનીમાં લાગેલ આગ એટલી વિકરાળ હતી કે, જોતજોતા માં આગે આસપાસમાં આવેલ અન્ય બે નાની કંપનીઓને પણ પોતાની ઝપેટમાં લઇ લીધી હતી ઘટનાની જાણ થતા જ જીપીસીબી એસડીએમ DISH ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી ફાયર લાશ્કરોni ભારે જેહમત બાદ પણ હાલ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી નથી અને આગ લાગવાનું કારણ હાલ અકબંધ છે હજુ સુધી આગના બનાવમાં કોઈ જાનહાનિના થઇ હોવાનું સામે આવ્યું નથી