વોર્ડ-10 માં વિરોધનો વંટોળ:ભાજપના ઉમેદવાર અવની સ્ટેમ્પવાળા સામે પાયાના કાર્યકરો અને મતદારોમાં ભારે નારાજગી.
પોસ્ટર વોર શરૂ:“ઉમેદવાર યોગ્ય નથી” તેવા લખાણ સાથે વિવિધ વિસ્તારોમાં રાતોરાત લાગ્યા પોસ્ટરો.
આંતરિક અસંતોષ આવ્યો બહાર:સ્થાનિક ઉમેદવારની અવગણના થતાં કાર્યકરોમાં રોષ; ભાજપની ‘ચૂંટણી વ્યૂહરચના’ સામે સવાલો.
હિન્દુવાદી નેતા એક્શનમાં:વિવાદ વકરતા નીતિન દોંગા અને તેમની ટીમે મેદાનમાં ઉતરી પોસ્ટરો હટાવવાની કામગીરી કરી શરૂ.
વડોદરા: મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગતાની સાથે જ વડોદરા ભાજપમાં આંતરિક કલહની જ્વાળાઓ સપાટી પર આવી ગઈ છે. શહેરના વોર્ડ નંબર 10 માં ભાજપના સત્તાવાર ઉમેદવારની પસંદગી સામે સ્થાનિક સ્તરે મોટો વિરોધ જોવા મળી રહ્યો છે.
🧐અવની સ્ટેમ્પવાળા સામે મોરચો:
વોર્ડ નંબર 10 માં ભાજપ દ્વારા અવની સ્ટેમ્પવાળાને ટિકિટ આપવામાં આવતા જ ‘પોસ્ટર વોર’ છેડાઈ ગયું છે. વોર્ડના વિવિધ વિસ્તારોમાં એવા બેનરો અને પોસ્ટરો જોવા મળ્યા છે જેમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે, “ભાજપના આ ઉમેદવાર યોગ્ય નથી.” આ લખાણ પક્ષની અંદર વ્યાપેલા ગંભીર અસંતોષની સાક્ષી પૂરી રહ્યું છે.
☝️કાર્યકરોની નારાજગીનું કારણ:
પાયાના કાર્યકરો અને સ્થાનિક મતદારોનો આક્ષેપ છે કે પક્ષે સ્થાનિક અને સક્રિય ઉમેદવારની પસંદગી કરવાને બદલે અન્યને પ્રાધાન્ય આપ્યું છે. વર્ષોથી પક્ષ માટે લોહી-પરસેવો રેડનારા કાર્યકરોમાં એવી લાગણી જન્મી છે કે તેમની અવગણના કરવામાં આવી છે. આ નારાજગી હવે સંગઠન માટે માથાનો દુખાવો બની શકે છે.
👉પોસ્ટરો હટાવવાની કામગીરી:
ચૂંટણી ટાણે પક્ષની છબી ખરડાય નહીં તે માટે હિન્દુવાદી નેતા નીતિન દોંગા અને તેમની ટીમ તાત્કાલિક મેદાનમાં ઉતરી છે. વોર્ડમાં લાગેલા વિવાદાસ્પદ પોસ્ટરો અને બેનરોને હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. જો કે, પોસ્ટરો હટી જશે પણ કાર્યકરો અને જનતાના મનમાં ઉઠેલા રોષને શાંત કરવો ભાજપના મોવડી મંડળ માટે મોટો પડકાર છે.
🫵શું આ આંતરિક બગાવત ભાજપના ગઢ ગણાતા વોર્ડ-10 ના પરિણામો પર અસર કરશે? તે જોવું રસપ્રદ રહેશે.