Vadodara

વડોદરા: લક્ષ્મીપુરા રોડ પર રહેણાંક મકાનમાં એસઓજીની રેડ, બે કિલોના ગાંજા સાથે કેરિયર ઝડપાયો

Published

on

ગાંજાનો જથ્થો સપ્લાય કરનાર રાજસ્થાનનો શખ્સ વોન્ટેડ, ગાંજા સહિત રૂપિયા 21 હજારનો મુદ્દા માલ કબજે

  • રહેણાંક મકાનમાં એસ.ઓ.જી એ રેડ કરીને બે કિલો ઉપરાંતનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો
  • ઘરમાંથી 2 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.


વડોદરાના લક્ષ્મીપુરા રોડ ઉપર આવેલા અમૃત નગર ના રહેણાંક મકાનમાં એસ.ઓ.જી એ રેડ કરીને બે કિલો ઉપરાંતનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જ્યારે છુપી રીતે ગાંજાનું વેચાણ કરનાર કેરિયરની ધરપકડ કરી સપ્લાયર ને વોન્ટેડ જાહેર કર્યો છે.

વડોદરા શહેરના લક્ષ્મીપુરા રોડ પર આવેલા અમૃત નગરમાં રહેતો આકાશ પરસોત્તમભાઈ બુંદેલા તેના મકાનમાં ગાંજાનો ગેરકાયદે સંગ્રહ કરીને છૂટકમાં વેચાણ કરે છે. તેવી બાતમી એસઓજી પોલીસને બાતમી મળી હતી. જે આધારે 17 સપ્ટેમ્બર ના રોજ રાત્રિના સમયે રેડ કરી હતી. ત્યારે તેના ઘરમાંથી 2 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસની ગાડીઓ જોઈને સ્થાનિક લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો.

Advertisement

એસઓજી પોલીસે ગાંજા નો જથ્થો અને એક મોબાઇલ મળી રૂપિયા ₹ 21 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. કેરિયર આકાશ બુંદેલા રાજસ્થાનના સરવનલાલ મીણા સાથે ટેલિફોનીક વાત કરીને ગાંજો ખરીદ્યો હતો. તેના રૂપિયા પણ ઑનલાઇન ચૂકવ્યા હતા. ત્યારે આ આ આકાશ બુધેલાને સરવનલાલ મીણા ટ્રેનમાં ગાંજાની હેરાફેરી કરીને ડિલિવરી આપવા માટે આવ્યો હતો.

Advertisement

Trending

Exit mobile version