વડોદરાના કિશનવાડી વિસ્તારમાંથી ગુમ થયેલી 17 વર્ષની સગીરાને શોધવા માટે વડોદરા પોલીસે છેક પંજાબ સુધી લાંબી તપાસ હાથ ધરી મોટી સફળતા મેળવી છે. વારસીયા પોલીસ અને LCB ઝોન-4 ની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી આરોપીને પંજાબના લુધિયાણા નજીકથી ઝડપી પાડ્યો છે.
❓શું હતો સમગ્ર બનાવ?
ગત તા. 05/01/2026 ના રોજ કિશનવાડી વિસ્તારમાંથી એક સગીરાનું અજાણ્યા શખ્સ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. આ અંગે સગીરાના પરિવારજનોએ વારસીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 137(2) મુજબ તપાસ શરૂ કરી હતી.
🎦CCTV અને ટેકનિકલ સર્વેલન્સથી મળ્યું લોકેશન
પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ PI એસ.એમ. વસાવા અને તેમની ટીમે તપાસ શરૂ કરી હતી. CCTV ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસને સચોટ માહિતી મળી હતી કે અપહરણ કરાયેલ સગીરા પંજાબના લુધિયાણામાં છે.
🚨લુધિયાણાના મોહી ગામમાં પોલીસનો દરોડો
DCP મેકવાનની સૂચનાથી વારસીયા પોલીસની એક ખાસ ટીમ તાત્કાલિક પંજાબ રવાના કરવામાં આવી હતી. પંજાબના લુધિયાણાના મોહી ગામ ખાતે તપાસ કરતા, આરોપી નીરજ ઉર્ફે રામકુમાર તીવારી સગીરા સાથે મળી આવ્યો હતો. પોલીસે ત્યાંથી સગીરાનો કબજો મેળવી આરોપીની અટકાયત કરી હતી અને બંનેને વડોદરા લાવવામાં આવ્યા હતા.
✍️પોક્સો અને એટ્રોસિટી હેઠળ કડક કાર્યવાહી
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ગંભીર હકીકતો સામે આવતા, આ ગુનામાં અન્ય કડક કલમોનો ઉમેરો કરવામાં આવ્યો છે:
- નવી કલમો: BNS ની કલમ 87, 64(1)
- પોક્સો એક્ટ: કલમ 4, 5(એલ), 6
- એટ્રોસિટી એક્ટ: અનુસૂચિત જાતિ અને જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમની વિવિધ કલમો.
👉હાલમાં આ કેસની વધુ તપાસ SC/ST સેલના ACP સી.બી. સોલાંકી ચલાવી રહ્યા છે.
🧐આરોપીની વિગત:
- નામ: નીરજ ઉર્ફે રામકુમાર ભુલ્લનપ્રસાદ તીવારી (ઉં.વ. 19)
- મૂળ રહેવાસી: ગામ-દાંદો, જી-બાંદા, ઉત્તર પ્રદેશ.