- પૂર સામે રક્ષણ: વિશ્વામિત્રીના કિનારે ધોવાણ અટકાવવા ગેબિયન વૉલની કામગીરી શરૂ.
- બજેટ અને ગ્રાન્ટ: રૂ. 89 કરોડના પ્રોજેક્ટમાંથી પ્રથમ તબક્કા માટે રૂ. 35.77 કરોડ મંજૂર.
- વ્યાપક આયોજન: નદી કિનારે કુલ 24 સંવેદનશીલ સ્થળોએ પથ્થર અને લોખંડની જાળીનું કવચ બનાવાશે.
- મુખ્ય વિસ્તારો: ચેતક બ્રિજ, મંગલ પાંડે બ્રિજ અને સયાજીબાગ ઝૂ પાસે વૉલ બનાવવાનું કામ ગતિમાં.
વડોદરા: સંસ્કારી નગરી વડોદરા માટે દર ચોમાસે માથાના દુખાવા સમાન બનતી વિશ્વામિત્રી નદીના પૂર અને કિનારાના ધોવાણની સમસ્યાનો હવે કાયમી ઉકેલ આવવા જઈ રહ્યો છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા નદી કિનારે મજબૂત ‘ગેબિયન વૉલ’ બનાવવાની મહત્વાકાંક્ષી યોજના પર કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
🧐પ્રોજેક્ટની રૂપરેખા:
વિશ્વામિત્રી નદીના કિનારાને સુરક્ષિત કરવા માટે પાલિકાએ કુલ રૂ. 89 કરોડનો માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા પ્રથમ તબક્કા માટે રૂ. 35.77 કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. આ ગ્રાન્ટ મળતાની સાથે જ વડોદરાના અલગ-અલગ 24 જેટલા સંવેદનશીલ સ્થળો પર રક્ષણાત્મક દીવાલ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે.
❓શું છે ગેબિયન વૉલ?
ગેબિયન વૉલ એટલે પથ્થરોને લોખંડની મજબૂત જાળીમાં ભરીને બનાવવામાં આવતું સ્ટ્રક્ચર. આ વૉલ પૂર દરમિયાન નદીના પ્રચંડ પ્રવાહને સહન કરવાની ક્ષમતા ધરાવે છે અને કિનારાની માટીનું ધોવાણ અટકાવે છે. જેના કારણે રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસવાની શક્યતા ઘટે છે.
👉કયા વિસ્તારોને મળશે લાભ?
પાલિકાના આયોજન મુજબ, નદી પર આવેલા મુખ્ય પુલો અને ગીચ વિસ્તારો જેવા કે:
- ચેતક બ્રિજ અને મંગલ પાંડે બ્રિજની આસપાસના કિનારા.
- નવલખી કૃત્રિમ તળાવ પાસેનો વિસ્તાર.
- વન્યજીવોની સુરક્ષા માટે સયાજીબાગ ઝૂ (પ્રાણી સંગ્રહાલય) પાસેના પટમાં આ વૉલ બનાવવામાં આવશે.
🫵ચોમાસા પહેલા આ કામગીરી પૂર્ણ થાય તો વિશ્વામિત્રીમાં ઉંડીકરણને બદલે ગેબિયન વૉલની રમત સામે ઉઠતા સવાલો વડોદરાવાસીઓને પૂરના જોખમથી મોટી રાહત મળી શકે છે કે નઈ સમય આવતા ખબર પડશે જોકે, કામગીરીની ગુણવત્તા અને સમયમર્યાદા જાળવવી એ પાલિકા માટે મોટો પડકાર રહેશે.