વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને સાત કિલો સોનું લઈને છેલ્લા છ વર્ષથી ફરાર થયેલ આરોપીને પકડવામાં સફળતા મળી. આરોપી મહારાષ્ટ્ર રાજ્યનો હોવા થી વડોદરા પોલીસે મહારાષ્ટ્ર થી આરોપીને પકડી પાડ્યો છે.
મહારાષ્ટ્રના ધારાશિવ જિલ્લાનો રહેવાસી આરોપી સંજય યશવત જાધવ વિરુદ્ધ આણંદ રેલવે પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો નોંધાયો છે. આરોપી રૂ. 2,13,83,648 કિંમતનું સાત કિલો સોનાના ઘરેણાં લઈને ફરાર થઇ ગયો હતો. અને અંતે છેલ્લા છ વર્ષથી ફરાર આરોપીને વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા મહારાષ્ટ્ર ખાતે થી ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી તેના ઘરે પ્રસંગ હોવાથી ઘરે આવ્યો હોવાની બાતમી મળતા મહારાષ્ટ્રમાં વોચ ગોઠવી વડોદરા ક્રાઇમ બ્રાન્ચની તેમે ઝડપી પાડ્યો છે.
મહત્વનું છે કે આરોપી ગુજરાત બહારનો હોવાથી વડોદરા પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવા માટે મહારાષ્ટ્રમાં તપાસ માટે પરવાનગી લેવામાં આવી હતી. જેના બાદમાં છેલ્લા છ વર્ષથી ફરાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે.