31 ડિસેમ્બર નવા વર્ષ ની ઉજવણી બાદ નવા વર્ષના પ્રથમ મહિને આવતા ઉતરાયણ પર્વેમાં દારૂની રેલમછેલ કરવા બુટલેગરો સક્રિય બન્યા છે અને શહેરમાં વિદેશી દારૂના જથ્થાને પોલીસની નજર થી બચાવી શહેરમાં ઘૂસાડવામાં માટે બુટેલગરો અવનવા પેતરા અપનાવી રહ્યા છે. ત્યારે વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાંન્ચે બાતમીના આધારે આઇશર ગાડી માં વડોદરા થઇ અમદાવાદ એક્સપ્રેસ હાઇવે ઉપર થીં રાજકોટ તરફ લઇ જવામાં આવી રહેલ વિદેશી દારૂનો રૂ. 31.17 લાખની કિંમતનો જથ્થો પોલીસે ઝડપી પાડી એક આરોપીની ધરપકડ કરી હતી.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ગ્રામ્ય એલસીબી પોલીસની ટિમ મંજુસર પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન એલસીબી પોલીસની ટીમને બાતમી મળી હતી કે, એક આઇસર ગાડીમાં મોટી માત્રામાં વિદેશી દારુનો જથ્થો ભરી વડોદરા થઇ અમદાવાદ એક્સપ્રેસ હાઇવે ઉપર થઇ રાજકોટ તરફ જનાર છે અને હાલમાં આ આઇસર ગાડી દુમાડ ચોકડી થઇ એક્સપ્રેસ હાઇવેના ટોલનાકા તરફ આવી રહેલ છે જે બાતમીના આધારે એલ.સી.બી પોલીસની ટિમ ટોલનાકા ઉપર વડોદરા થી અમદાવાદ તરફની ટ્રેકના ટોલબુથ પહેલા વોચ ગોઠવી ઉભી થઇ ગઈ હતી.
દરમિયાન બાતમી આધારિત આઇસર ગાડી વડોદરા થી અમદાવાદ તરફના ટ્રેકના ટોલબુથ પર આવતા પોલીસે તેને કોર્ડન કરી ઉભી રાખી આઇસર ગાડીના ચાલકને સાથે રાખી આઇશર ગાડીના પાછળના ભાગે તપાસ હાથ ધરતા મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવતા હરિયાણાના આઇસર ચાલક તોફીક રોજદાર મેવ ની અટકાયત કરી આઇસર ગાડી માંથી વિદેશી દારૂની પેટીઓ બહાર કાઢી ગણતરી કરતા અલગ અલગ બ્રાન્ડની કુલ રૂપિયા 31,17,600ની કિંમતની 575 નંગ વિદેશી દારુની પેટીઓ મળી આવી હતી.
એલ.સી.બી પોલીસે વિદેશી દારૂના જથ્થો. એક મોબાઇલ ફોન આઈસર ગાડી સહીત કુલ રૂપિયા 41,27,600ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી ઝડપાયેલ આઇસર ચાલકની પુછપરછ કરતા આ વિદેશી દારુનો જથ્થો ભરેલ આઇસર ગાડી હરિયાણાના સાહીદ રમજાન મેવએ પંજાબના લુધીયાણા પાસે આવેલ એક ઢાબા ઉપરથી તેને આપેલ અને આ વિદેશી દારૂ ભરેલ આઇશર ગાડી રાજકોટ પહોંચવાનું જણાવ્યું હોવાની
સાહીદે કબૂલાત કરી હતી પોલીસે ઝડપાયેલ આઇસર ચાલક તેમજ વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરનાર ઇસમ વિરૂધ્ધ મંજુસર પોલીસ મથકમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.