Vadodara

“શાળામાં આવતા કે જતી વખતે કશું થાય તેની જવાબદારી શાળા સંચાલકોની નહીં” તેવા બાહેધરી પત્રો વાલીઓ પાસેથી લેવાયા

Published

on

શાળા સંચાલકો અને વાન ચાલકો વચ્ચે અટવાતા વિદ્યાર્થીઓના વાલીઓ પાસે આજે શાળા શરૂ થવાના પ્રારંભે કેટલીક સ્કૂલોએ બાહેધરી પત્રો લીધા હતા. “ઘરેથી શાળાએ આવતા અથવા શાળાએથી ઘરે જતી વખતે કોઈ દુર્ઘટના બને તે માટે શાળા સંચાલકોની કોઈ જવાબદારી રહેશે નહીં” એવા તેઓ પાસેથી સેલ્ફ ડેકલેરેશન લેવામાં આવ્યા હોવાનું કહેવાય છે.

Advertisement

ઘણી વખત રાજ્યમાં શાળામાં જતા વાહનોના અકસ્માત અથવા આગ લાગવા જેવી ઘટના બની ચૂકી છે. ત્યારે આવી ઘટનાના પગલે રાજ્ય સરકારે આદેશ જારી કરતા ઘરેથી શાળાએ આવતા અથવા શાળાએથી ઘરે સ્કૂલ વાન કે ઓટો રીક્ષામાં જતા વિદ્યાર્થીઓને કશું થશે તો તેની જવાબદારી શાળા સંચાલકોની રહેશે તેવો નિર્ણય જાહેર કર્યો હતો.

Advertisement

જેના વિરોધમાં શાળા સંચાલકોએ જિલ્લા કલેકટર ખાતે આવેદનપત્ર આપી સરકારના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી હતી. શાળા સંચાલકોએ જણાવ્યું હતું કે, ઘરેથી શાળાએ આવતા અથવા શાળાથી ઘરે જતી વખતે વાહનમાં જો કોઈ ઘટના બને છે તો અમારી જવાબદારી નથી. શાળાના પ્રાંગણમાં પ્રવેશથી પ્રાંગણની બહાર જતા વેળા સુધીની જ અમારી જવાબદારી છે.

ત્યારે સરકારના નિયમમાં ભવિષ્યમાં કદાચ શાળા સંચાલકો ભેળવાય નહીં તે માટે વાન અથવા રિક્ષામાં આવતા વિદ્યાર્થીઓને કશું થાય છે તો તેની જવાબદારી વાલીઓની રહેશે તેવા બાહેધરી પત્રો આજે કેટલાક શાળા સંચાલકો દ્વારા લેવામાં આવ્યા છે.

Advertisement

Trending

Exit mobile version