સામાનની તપાસ કરતા તેમાંથી લેપટોપ, આઇફોન, આઇપેડ, સહિત 19 ઇલેક્ટ્રીક વસ્તુઓ તથા 56 ગ્રામ સોનું તથા 500 ગ્રામ ચાંદી મળી આવ્યું
પશ્ચિમ રેલવે લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ટ્રેનમાં મહિલા મુસાફરોની નિંદરનો ફાયદો ઉઠાવીને હાથફેરો કરતા બે તસ્કરોને દબોચી લેવામાં આવ્યા છે. બંને પાસેથી સોનું, ચાંદી, ફોન, અને લેપટોપ મળીને રૂ. 10.51 લાખનો મુદ્દામાલ રીકવર કરવામાં આવ્યો છે. આ મામલે એક આરોપીનો વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. તસ્કરોને દબોચી લેતા 4 ગુનાઓ ઉકેલવામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના જવાનોને સફળતા મળી છે.
પશ્ચિમ રેલવેની લોકલ ક્રાઇમ બ્રાન્ચ, વડોદરાની ટીમો કોઇ અનિચ્છનીય બનાવ ના બને તથા અનડિટેક્ટેડ ગુનાઓ ઉકેલવા માટે પેટ્રોલીંગ સહિતની કાર્યવાહી કરે છે. તાજેતરમાં હેડ કોન્સ્ટેબલને બાતમી મળી હતી. જેના આધારે જેતલપુર રેલવે ઓવર બ્રિજ નીચે તપાસ કરવામાં આવી હદતી. જેમાં બે શકમંદોની અટકાયત કરવામાં આવી હતી. તેમની પાસે રહેલા સામાનની તપાસ કરતા તેમાંથી લેપટોપ, આઇફોન, આઇપેડ, સહિત 19 ઇલેક્ટ્રીક વસ્તુઓ તથા 56 ગ્રામ સોનું તથા 500 ગ્રામ ચાંદી મળી આવ્યું હતું. જે તમામની કુલ કિંમત રૂ. 10.51 લાખ થવા પામે છે.
ઉપરોક્ત કાર્યવાહીમાં વડોદરા રેલવે પોલીસ મથક, દાહોદ રેલવે પોલીસ મથક, ગોધરા પોલીસ મથકમાં મળીને 4 જેટલા ગુના ઉકેલાયા હતા. વધુ તપાસ અર્થે આરોપી સરવન ઉર્ફે બ્રજેશ ઉર્ફે સોનલ ઉર્ફે શ્યામસિંગ શ્રીસ્વામી દયાલ (રહે. કનોટ પ્લેસ દિલ્હી) અને ઉદેશ ઉર્ફે સુનિલ ઉર્ફે કમલેશ ઉર્ફે જાનકીદાસ ઇર્ફે કેશરી પ્રસાદ હરિજન (રહે. પીપરાગેતમ, ઉત્તરપ્રદેશ) ની ધરપકડ કરીને વધુ કાર્યાવાહી કરવા માટેની તજવીજ હગાથ ધરવામાં આવી છે. સાથે જ રઇશ ઉર્ફે છીદ્દા (રહે. ઉશ્માનપુરા, ન્યુ દિલ્હી) ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.